દુનિયાની સૌથી ઉંચી ટનલનું નામ લવસ્ટોરી પરથી આપવામાં આવ્યું છે

PC: nativeplanet.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશના તેવાંગમાં 13 હજાર ફુટની ઉંચાઇએ બનેલી દુનિયાની સૌથી લાંબી ટનલનું ઉદઘાટન કર્યું. આ ટનલનું નામ સેલા ટનલ રાખવામાં આવ્યું છે. આની પાછળ એક લવસ્ટોરી હોવાનું જાણવા મળ્યું છે.

નવેમ્બર 1962માં ભારત-ચીન વચ્ચેના યુદ્ધને 27 દિવસ થઇ ગયા હતા. ચીની સૈનાએ તવાંગ સેક્ટર પર વ્યાપ વધાર્યો હતો. તે વખતે ભારતીય સેનાની ગઢવાલ રાઇફલ્સની ચોથી બટાલિયન તવાંગના સેલા પાસેથી 20 કિલોમીટર ઉપર ખસ્સા ઓલ્ડ સેક્ટરમાં તૈનાત હતી. ચીની સૈનિકો સાથેની ઝડપમાં ગઢવાલ રાઇફલ્સના મોટા ભાગના ભારતીય સૈનિકો શહીદ થઇ ગયા. એક માત્ર જવાન જશવંત સિંહે મોર્ચો સંભાળેલો હતો. આ ગામની એક છોકરી સેલા જશવંત સિંહના પ્રેમમાં હતી.

સેલા અને તેની મિત્ર નૂરીએ ચીન સામેની લડાઇમાં જશવંત સિંહને મદદ કરી હતી અને જુદા જુદા વિસ્તારોમાં રાઇફલ ગોઠવી હતી. ચીની સૈનિકોના ગ્રેનાઇડ હુમલામાં સેલાનું મોત થયું હતું અને નૂરીને પકડી લેવામાં આવી હતી. એ પછી જશવંત સિંહે ચીનના 300 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને પોતે પણ ગોળી મારીને શહીદ થઇ ગયા હતા. આ લવસ્ટોરીને કારણે દુનિયાની સૌથી લાંબી ટનલને સેલા ટનલ નામ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp