યુવક બૂરખો પહેરી ગર્લફ્રેન્ડને મળવા ગયો, ચાલ પર શંકા જતા લોકોએ રોક્યો અને પછી...

PC: aajtak.in

ઉત્તર પ્રદેશમાં લવ સ્ટોરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ બૂરખો પહેરીને પોતાની પ્રેમિકાને મળવા પહોંચી ગયો હતો. પણ યુવકના નસીબ સારા નહોતા અને લોકોએ તેને ઝડપી લીધો હતો. મુરાદાબાદમાં યુવક પોતાની ગર્લફ્રેન્ડને બૂરખો પહેરીને તેના ઘરે મળવા જતો હતો, પરંતુ એ પ્રેમિકાને મળે એ પહેલા જ ત્યાં મોહલ્લામાં હાજર લોકોએ બૂરખો પહેરીને જતા આ વ્યક્તિની ચાલ પર શંકા જતા તેને રોક્યો હતો અને તેની પૂછપરછ કરી હતી.

લોકો યુવકનો ચહેરો જોતા સ્તબ્ધ રહી ગયા હતા. પહેલા તો લોકોએ આને ચોર સમજીને પીટાઈ કરી દીધી હતી અને પછી પોલીસને બોલાવી હતી. લોકોએ આ યુવકની તલાશી પણ લીધી હતી, જેમાં યુવક પાસેથી બંદૂકના આકારનું એક લાઇટર પણ મળ્યું હતું, જેને લોકો શરૂઆતમાં બંદૂક જ સમજી બેઠા હતા અને તેની પાસેથી છીનવી લીધું હતું.

પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને યુવકને કસ્ટડીમાં લઈ લીધો હતો. ત્યાર બાદ ખબર પડી હતી કે આ યુવક કોઈ ચોર નહીં પણ પોતાની પ્રેમિકાને છૂપાઈને મળવા આવ્યો હતો.

આ અંગે પોલીસકર્મીએ કહ્યું હતું કે, યુવક પોતાની ગર્લફ્રેન્ડને મળવા બૂરખામાં શનિવારે પહોંચ્યો હતો, જેને લોકોએ પકડી લીધો હતો અને પોલીસને બોલાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp