'...તો શિવાજીની પ્રતિમા પડી ન હોત', ગડકરીએ કહ્યું- તેઓ કેવી રીતે મૂર્ખ બન્યા હતા
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તુટી પડયા પછી રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે, જ્યાં એક તરફ વિપક્ષી પાર્ટીઓ સત્તાધારી મહાયુતિ ગઠબંધન પર પ્રહારો કરી રહી છે અને હવે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો પ્રતિમા ક્યારેય પડી ન હોત. તેણે એક ઘટના પણ શેર કરી અને કહ્યું કે એક કોન્ટ્રાક્ટરે તેને મૂર્ખ બનાવ્યો હતો.
મંગળવારે મુંબઈમાં ટનલિંગ ઈન્ડિયા ઈવેન્ટમાં બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મને યાદ છે, જ્યારે હું મુંબઈમાં 55 ફ્લાયઓવર બનાવી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને મૂર્ખ બનાવ્યો હતો. તે વ્યક્તિએ મને લોખંડ પર એક પાઉડ સાથે લીલા રંગનો કોટિંગ કરી આપ્યો હતો અને કહ્યું કે તેને કાટ લાગશે નહીં. મેં તેના પર વિશ્વાસ કર્યો અને લોખંડનો ઉપયોગ કર્યો, પરંતુ લોખંડને કાટ લાગી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં એવું છે કે, દરિયાની નજીક 30 કિલોમીટરના વિસ્તારમાં પુલના નિર્માણમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય તૂટી ન હોત. તમે જુઓ, મુંબઈમાં દરિયાની નજીકની તમામ ઈમારતો પર ઝડપથી કાટ લાગી જાય છે. માટે કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો અને કઈ વસ્તુ લાગુ કરવી. મને લાગે છે કે જ્યાં હાર્ડ રોક હશે ત્યાં ડ્રિલિંગ માટે શક્તિશાળી મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. અને જ્યાં માટી છે ત્યાં ભારે મશીનોની જરૂર નથી. શું આવા મશીનો બે પ્રકારના હોય છે?
અહીં તમને જણાવી દઈએ કે, ગયા મહિનાના અંતમાં મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં એક કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી હતી. શિવાજી મહારાજની આ પ્રતિમાનું ગત વર્ષે PM નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું.
#WATCH | Delhi: Union Minister Nitin Gadkari says, "...Stainless steel should be used in the construction of bridges built close to the sea...If stainless steel had been used for the statue of Chhatrapati Shivaji, it would have never collapsed. When I was executing the… pic.twitter.com/PR2qbNOOkC
— ANI (@ANI) September 4, 2024
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા માલવણના રાજકોટ કિલ્લામાં બપોરે 1 વાગ્યે પડી. તેમણે કહ્યું કે, તજજ્ઞો પતનનું ચોક્કસ કારણ શોધી કાઢશે, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી જિલ્લામાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હોવાથી આ પણ કારણ હોઈ શકે છે.
આ દરમિયાન, સિંધુદુર્ગ જિલ્લા પોલીસે શિવાજી મહારાજની પ્રતિમાને તોડી પાડવાના સંબંધમાં શિલ્પકાર જયદીપ આપ્ટે વિરુદ્ધ મંગળવારે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યો છે. વિપક્ષ સતત સરકાર પર શિલ્પકારને છુપાવવાનો આરોપ લગાવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp