દુનિયામાં એવી શક્તિઓ છે જે ઇચ્છે છે કે ભારત મજબૂત ન બને: RSS પ્રમુખ મોહન ભાગવત

PC: abplive.com

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા RSSના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે જણાવ્યું હતું કે, જેઓ ભારતને વિકસતો જોવા નથી માંગતા તેઓ દેશ અને સમાજને વિભાજિત કરવામાં વ્યસ્ત છે, જ્યારે ભારતમાં રહેતા તમામ લોકો એક આત્મા, એક શરીર છે, આપણે બધા મનથી એક છીએ. જ્યારે રાષ્ટ્રીય સરહદ પર હુમલો થાય છે, ત્યારે કોઈ કોઈને પૂછતું નથી કે, તેઓ ક્યાંના છે, દરેક વ્યક્તિ રાષ્ટ્રની સુરક્ષા માટે એક મન અને એક લાગણી સાથે એકરૂપ રહે છે. RSSના વડાએ 3 જુલાઈએ AIIMS ઋષિકેશમાં આવતા દર્દીઓ માટે વિશ્રામ સદનના ઉદ્ઘાટન સમયે આ વાત કહી હતી.

ડો.મોહન ભાગવતે કહ્યું કે, આપણે આપણા સ્વાર્થ પૂરા કરવા માટે બહારના લોકોને બોલાવ્યા. આપણા માટે બહારના તો કોઈ હોતા નથી, પણ બીજાને બોલાવીને આપણે સાપ મરાવ્યો, જેને આપણે સાપ માનતા હતા, તેથી આપણે ગુલામ બની ગયા, પછી આપણું શોષણ થયું, આપણી સંપત્તિ નષ્ટ થઈ, કારણ કે, આપણે આપણી ઓળખ ભૂલી ગયા, આ આપણા ભારતની ઓળખ છે. આ જ આપણું સત્ય છે. ભારતમાં જન્મ લેવો એ કેટલા બધા મનુષ્યોના અવતારનું પરિણામ છે, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, આપણને ભારતમાં જન્મ આપે, તે પુણ્યને કારણે જ દુનિયામાં કેટલાક એવા લોકો છે જે આવી પ્રાર્થના કરે છે, પરંતુ જે દિવસે આપણે તેને ભૂલી ગયા, તે દિવસથી આપણી સાથે શું થયું આપણે ભૂલી ગયા, આપણે એકબીજાથી દૂર જતા રહ્યાં, આપણે અંદરો અંદર લડતા રહ્યાં.

તેમણે કહ્યું કે, દુનિયામાં એવી શક્તિઓ છે, જે ઈચ્છે છે કે ભારત મજબૂત ન બને. દુનિયામાં એવી શક્તિઓ છે જેમના સ્વાર્થ ભારત મજબૂત થવાથી બંધ થઈ જશે. તેમનો પ્રયાસ છે કે, ભારત ક્યારેય ઉપર ઉઠે નહીં. તેઓ ઉપર ઉપરથી સારી અને નરમાશથી વાત કરશે, પરંતુ અંદરથી બધા જાણે છે, આપણે પણ જાણીએ છીએ, જેઓ જાણવા માંગે છે તે પણ જાણે છે, તેમનો સતત ઉદ્દેશ્ય એ છે કે, આપણે એકબીજાથી વિભાજીત રહીએ, આપણે અંદરો અંદર લડતા રહીએ, આને સુધારવું પડશે. આપણે એક રાષ્ટ્ર છીએ, આપણે એક સમાજ છીએ, આપણું શરીર એક છે, જન-ગણ મન કહીએ છીએ, આપણે મનથી એક છીએ. તમે ભલે ગમે તેટલા ઝઘડા થતા હોય, તમે એકબીજા વિશે ગમે તેટલી હાસ્યાસ્પદ વાતો કરો, પરંતુ જ્યારે ભારતની સરહદ પર હુમલો થાય છે, ત્યારે આખો દેશ બધા મતભેદ ભૂલીને સાથે ઉભો રહે છે, આ જે થોડા સમય માટે એકતા આવે છે, આ ક્યાંથી આવે છે, આ અંદરનું સત્ય છે.

તેમણે કહ્યું કે, ઘણા એવા મહાપુરુષો છે જેમની સાથે આપણે દેશમાં જઈએ છીએ, કોઈને કોઈ વિરોધ નથી, દરેક વ્યક્તિ તેમને યાદ કરવામાં જોડાય છે. વિવેકાનંદ, શિવાજી મહારાજ એવા નામ છે, આવા પૂર્વજોને આપણે આપણું ગૌરવ માનીએ છીએ. આજે ભારતની તાકાત એક પ્રતિષ્ઠા બની ગઈ છે. ભારતીય ખેલાડીઓ પ્રથમ આવી શકે છે. ભારત ચંદ્રના દક્ષિણી ભાગ પર અવકાશયાન પણ લેન્ડ કરી શકે છે, જ્યાં પહેલા કોઈ ગયું નથી. ભારત સરહદ પર મક્કમતાથી ઊભું છે. અંદર ઘૂસીને બદમાશોને મારી નાખે છે. આ પ્રતિષ્ઠા ભારતની બની. સ્વામી વિવેકાનંદ પાસે એક પણ પૈસો નહોતો, તેઓ કંઈ કમાતા નહોતા, ઘરમાં ગરીબી હતી. વિવેકાનંદે કશું કમાયું નથી, ગ્રામ પંચાયતમાં ક્યારેય ચૂંટાયા નહોતા, સત્તાનું કોઈ પદ પણ નહોતું મળ્યું, કારણ કે તેમના જીવનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp