એક બેઠક એવી પણ છે જ્યાં જો BJP જીતે તો ફરીથી ચૂંટણી યોજવી પડશે

PC: indiatvnews.com

ચોક્કસપણે, 4 જૂને જાહેર થનારી લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ખૂબ જ ચોંકાવનારા હોઈ શકે છે. પરંતુ ચૂંટણી પરિણામો પછી 6 મહિનામાં ઘણી બેઠકો પર પુનઃ મતદાન કરાવવાનું રહેશે. લોકસભાની ઘણી બેઠકો એવી છે કે, જેના પર BJP અને કોંગ્રેસ જીતે તો ફરીથી ચૂંટણી યોજવી પડશે.

લગભગ બે મહિના સુધી ચાલેલી લોકસભા ચૂંટણી 2024ના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 4 જૂનની બપોર સુધીમાં ભારતનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે PMની ગાદી પર કોણ બેસશે. જો કે, એક્ઝિટ પોલમાં ફરી BJP સત્તામાં પરત ફરશે તેવું જણાવ્યું છે. પણ મતદારના મનમાં શું છે તે કોણ જાણે? પરંતુ ચોક્કસપણે આ વખતના ચૂંટણી પરિણામો એકદમ ચોંકાવનારા હશે. આ ચૂંટણી પરિણામ પછી છ મહિનામાં ઘણી જગ્યાએ પેટાચૂંટણી યોજાશે. કારણ કે ઘણી જગ્યાએ ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડી ચુક્યા છે. જો આ ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાશે તો તેમની વિધાનસભા બેઠકો પર ફરીથી ચૂંટણી યોજાશે.

પરંતુ દેશમાં એક એવી લોકસભા સીટ છે જ્યાં જો ભારતીય જનતા પાર્ટી જીતશે તો તે સીટ પર ફરીથી પેટાચૂંટણી યોજાશે. આ વાત ભલે અજીબ લાગતી હોય, પરંતુ તે એકદમ સાચી છે.

આ વાત થઇ રહી છે ઉત્તર પ્રદેશની મુરાદાબાદ સીટની. મુરાદાબાદને પિત્તળ શહેર પણ કહેવામાં આવે છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અહીં 19 એપ્રિલે મતદાન થયું હતું. BJPએ મુરાદાબાદ સીટ પર કુંવર સર્વેશ કુમાર સિંહને ટિકિટ આપી હતી. સમાજવાદી પાર્ટીએ રૂચી વીરાને અને બહુજન સમાજ પાર્ટીએ તેમની સામે ઈરફાન સૈફીને મેદાનમાં ઉતાર્યા હતા. મુરાદાબાદ લોકસભા સીટ પર 62.18 ટકા મતદાન થયું હતું. હવે વાત એ છે કે, જો કુંવર સર્વેશ કુમાર સિંહ અહીંથી ચૂંટણી જીતશે તો આ બેઠક પર ફરીથી ચૂંટણી થશે. જો BJP સિવાય અન્ય કોઈપણ પક્ષનો ઉમેદવાર ચૂંટણી જીતશે તો આવું ફરી નહીં બને.

તેનું કારણ એ છે કે, BJPના ઉમેદવાર સર્વેશ કુમાર સિંહનું 20મી એપ્રિલે મૃત્યુ થયું હતું, એટલે કે 19મી એપ્રિલે મતદાનના એક દિવસ પછી. 71 વર્ષના સર્વેશ કુમાર સિંહ કેન્સરથી પીડિત હતા. તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.

જો કે, આ જ વાત રાહુલ ગાંધીની વાયનાડ અને રાયબરેલી બેઠકો પર પણ લાગુ પડે છે. જો રાહુલ ગાંધી આ બંને બેઠકો જીતી જાય તો તેમણે એક બેઠક છોડવી પડશે અને રાહુલ ગાંધી જે પણ બેઠક છોડશે તેના પર છ મહિનાની અંદર ફરીથી ચૂંટણી યોજવી પડશે.

સર્વેશ કુમાર સિંહની રાજકીય સફરની વાત કરીએ તો 1991માં તેઓ પહેલીવાર BJPની ટિકિટ પર ઉત્તર પ્રદેશની ઠાકુરદ્વારા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 1993, 1996 અને 2002માં સતત ધારાસભ્ય પદે જીત્યા. સર્વેશ કુમાર સિંહનો પુત્ર સુશાંત સિંહ બિજનૌરની બઢ઼ાપુર વિધાનસભા સીટથી BJPના ધારાસભ્ય છે.

કુંવર સર્વેશ કુમાર સિંહે મુરાદાબાદ લોકસભા સીટ પરથી 4 વખત કમળના ચૂંટણી ચિન્હ સાથે ચૂંટણી લડી હતી. 2009માં તેનો સામનો કોંગ્રેસના ઉમેદવાર અને ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે થયો હતો. કોંગ્રેસ એ ચૂંટણી જીતી ગઈ હતી. 2009ની ચૂંટણીમાં 54.80 ટકા મતદાન થયું હતું. અઝહરુદ્દીનને 39.59 ટકા 3,01,283 મત મળ્યા હતા. BSP ત્રીજા સ્થાને અને સમાજવાદી પાર્ટી ચોથા સ્થાને હતી.

2014ની લોકસભા ચૂંટણીમાં BJPએ ફરી એકવાર કુંવર સર્વેશ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતે તેમનો મુકાબલો સમાજવાદી પાર્ટીના ST હસન સામે હતો. આ ચૂંટણીમાં 63.66 ટકા મતદાન થયું હતું અને સર્વેશ સિંહ 43.01 ટકા મતો (485,224) સાથે જીત્યા હતા. કોંગ્રેસના બેગમ નૂર બાનો માત્ર 19,731 મતો સાથે 5માં સ્થાને છે.

2019ની લોકસભા ચૂંટણીમાં સર્વેશ કુમાર સિંહ સમાજવાદી પાર્ટીના ST હસનની સામે હારી ગયા હતા. મુરાદાબાદ સીટ પર 65.46 ટકા મતદાન સાથે 12,82,265 વોટ પડ્યા હતા. સમાજવાદી પાર્ટીના ST હસન 98,122ના માર્જીનથી જીત્યા હતા. તેમને 50.56 ટકા એટલે કે 6,49,538 વોટ મળ્યા. બીજા ક્રમે રહેલા BJPના કુંવર સર્વેશની તરફેણમાં 5,51,416 મત પડ્યા હતા.

મુરાદાબાદ લોકસભા મતવિસ્તારની વિધાનસભા બેઠકોની વાત કરીએ તો, અહીં 5 બેઠકો છે જેમ કે કાંઠ, ઠાકુરદ્વારા, મુરાદાબાદ ગ્રામીણ, મુરાદાબાદ નગર અને બઢ઼ાપુર. તેમાંથી બઢ઼ાપુર અને મુરાદાબાદ શહેરો પર BJP અને અન્ય ત્રણ પર સમાજવાદી પાર્ટીનું નિયંત્રણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp