'PM મોદીની સામે કોઈ નથી'અજિત પવારે PMના વખાણ કર્યા, કહ્યું-હું CM બનવા તૈયાર છું
મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે અજિત પવારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અજિત પવારે કહ્યું કે, આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીની રાહ જોવાને બદલે NCP હવે CM પદ માટે દાવો કરી શકે છે. એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, તેઓ રાજ્યના CM બનવાનું 100 ટકા પસંદ કરશે. અજિતે કહ્યું, 'મેં સાંભળ્યું હતું કે, જૂન 2022 પહેલા શિવસેનાના નેતૃત્વ સામે બળવો કરનારા CM એકનાથ શિંદે નારાજ છે અને તેમના મગજમાં કંઈક ચાલી રહ્યું છે.'
અજિત પવારે ખુલાસો કર્યો કે, 2004માં તેમના સાથી સ્વર્ગસ્થ R.R. પાટીલ CM બની શક્યા હોત. ત્યારે NCPએ તેના સાથી પાર્ટી કોંગ્રેસ કરતાં વધુ વિધાનસભા બેઠકો જીતી હતી, પરંતુ દિલ્હીથી સંદેશ આવ્યો કે, તેમની પાર્ટીને DyCM પદ મળશે. અજિતને પૂછવામાં આવ્યું કે, શું NCP આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીમાં CM પદ માટે દાવો કરશે? તેમણે કહ્યું, 'માત્ર 2024 શા માટે... અમે હમણાં પણ CM પદ માટે દાવો કરવા તૈયાર છીએ.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ CM બનવા ઈચ્છે છે. આના પર તેમણે કહ્યું, 'હા, હું 100 ટકા CM બનવા માંગુ છું.'
અજિત પવારને પૂછવામાં આવ્યું કે, NCPને DyCM પદ સાથે આટલું આકર્ષણ કેમ છે? આ પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું, '2004 માં, NCP અને કોંગ્રેસ ગઠબંધનમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને NCPએ વધુ બેઠકો જીતી હતી,' તેમણે કહ્યું કે, 'અમને 71 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ 69 જીતી હતી, એમ તેમણે કહ્યું હતું. કોંગ્રેસ સહિત બધાને લાગતું હતું કે CM NCPના હશે, પરંતુ દિલ્હીથી મેસેજ આવ્યો કે DyCM પદ NCPને મળશે.'
અજિત પવારે કહ્યું કે, તેમના સાથી પાટીલને વિધાનસભાના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જો NCPને ટોચનું પદ આપવામાં આવ્યું હોત તો તેઓ 2004માં CM બન્યા હોત. તેમણે કહ્યું કે, 'ત્યારપછીની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને NCP કરતા વધુ સીટો મળી હતી. સ્વાભાવિક રીતે કોંગ્રેસે CM પદ પોતાની પાસે જ રાખ્યું.
તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમને કોંગ્રેસના CM પૃથ્વીરાજ ચવ્હાણ અથવા શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે સાથે કામ કરવામાં આનંદ છે, જેમણે નવેમ્બર 2019 થી જૂન 2022 સુધી CM પદ સંભાળ્યું હતું. તેના જવાબમાં અજિત પવારે કહ્યું કે, પૃથ્વીરાજ ચવ્હાણ સાથે કામ કરવામાં મને આનંદ ન હતો, પરંતુ તેમણે ઉદ્ધવ સાથે ખુશીથી કામ કર્યું.
અજિત પવારે ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. અજિતે કહ્યું કે, PM નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે BJPનો પાછલા વર્ષોમાં વિકાસ થયો છે. PM નરેન્દ્ર મોદી 2014 અને 2019માં સતત લોકસભા ચૂંટણીમાં પાર્ટીને બહુમતી અપાવવામાં સફળ રહ્યા, જે એક સિદ્ધિ છે. પૂર્વ PM અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજો પણ આ કારનામું કરી શક્યા નથી. જ્યારે અજિતને પૂછવામાં આવ્યું કે, PM નરેન્દ્ર મોદી પછી કોણ છે, તો તેમણે કહ્યું કે કોઈ નામ સામે નથી આવતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp