અયોધ્યામાં આ ગુજરાતી ધર્મશાળાઓ છે, જ્યાં સસ્તા ભાડામાં રહેવાશે

અયોધ્યા રામ મંદિરના નિર્માણ પછી દર્શન માટે જવા લોકોને તાલાવેલી છે. દેશ અને દુનિયભારમાંથી લોકો અહીં દર્શન કરવા માટે આવવાન છે, ગુજરાતમાંથી પણ અનેક લોકો જશે. અયોધ્યામાં ગુજરાતી સમાજની કેટલીક ધર્મશાળા છે જયાં સસ્તા ભાડાંમાં રહેવા મળશે.

અયોધ્યામાં રેલવે સ્ટેશનથી 2 કિ.મીના અંતરે ગુજરાતી ધર્મશાળા આવેલી છે જેનું ભાડું 100 રૂપિયાથી 1000 રૂપિયા છે અને જમવાનું મફતમાં મળશે. રામકોટમાં સીતા રાજમહલ ધર્મશાળા છે, જ્યાં ભાડું 600 રૂપિયાથી 1200 રૂપિયા છે અને ભોજન માટે 70 રૂપિયા ચૂકવવા પડશે.

કારસેવક પૂરમમાં માનસ ભવન ધર્મશાળા છે, જ્યાં ભાડું 700થી 1000 રૂપિયા છે અને ભોજનના 150 રૂપિયાથી 400 રૂપિયા ચાર્જ છે. કનક મંદિરના એન્ટ્રી ગેટથી જમણી બાજુએ કનક ભવન આવેલું છે, જેનું ભાડું 300 રૂપિયાતી 500 રૂપિયા છે અને અહીં ભોજનનો કોઇ ચાર્જ નથી. ન્યુ કોલોની જુના બસ સ્ટેશન પાસે બિરલા ધર્મશાળા આવેલી છે જેનું ભાડું 200 રૂપિયાતી 500 રૂપિયા છે અને અહીં પણ ભોજન માટે કોઇ ચાર્ડ ચૂકવવાનો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp