રાજકીય પાર્ટીઓને ગુજરાતની આ કંપનીઓએ કરોડો રૂપિયાનું ફંડ આપ્યું છે

PC: scobserver.in

સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા ચુકાદો આપ્યો હતો કે ઇલેક્ટોરલ બોન્ડ ગેરકાયદેસર છે અને સ્ટેટ બેંકને એ ડેટા જાહેર કરવા આદેશ આપ્યો હતો કે, કોણ બોન્ડ ખરીદ્યા અને કોને ફંડ મળ્યું? એ પછી સ્ટેટ બેંકે એ ડેટા ભારતના ચૂંટણી પંચને સોંપી દીધા હતા. ચૂંટણી પંચે તાજેતરમાં એ ડેટા પોતાની વેબસાઇટ પર જાહેર કરી દીધા હતા.

રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ આપવામાં ગુજરાતની કેટલી કંપનીઓ પણ મોખરે રહી છે. ગુજરાતમાંથી રાજકીય પાર્ટીને ફંડ આપવામાં ટોરન્ટ પાવરે 107 કરોડ, ટોરન્ટ ફાર્મા તરફથી 78 કરોડ એટલે કે ટોરન્ટ ગ્રુપ તરફથી ટોટલ 185 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. વેલસ્પન કંપનીએ 50 કરોડ, સન ફાર્માએ 31 કરોડ, નિરમાએ 16 કરોડ, ઝાયડસ કંપનીએ 29 કરોડ, ઇન્ટાસ ફાર્માએ 20 કરોડ, અરવિંદ લિમિટેડે 16 કરોડ, એલેમ્બિક લિમિટેડે 10 કરોડ અને સુરતની અન્વીરો કંટ્રોલ કંપનીએ 10 કરોડ રૂપિયા આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp