કેજરીવાલને 24 કલાકમાં ત્રીજો ઝટકો, સુપ્રીમ કોર્ટેમાં તત્કાળ સુનાવણી નહીં થાય
દિલ્હી શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલને છેલ્લા 24 કલાકમાં ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. પહેલો ઝટકો એ લાગ્યો કે મંગળવારે, દિલ્હી હાઈકોર્ટ ધરપકડ અને કસ્ટડીને પડકારતા અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી અને EDની ધરપકડ અને રિમાન્ડ યોગ્ય હોવાનું દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું. બીજો ઝટકો એ લાગ્યો કે લબુધવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં વકીલોની માંગણી કરતી અરજીમાં નિરાશા મળી હતી અને બુધવારે બપોરે પણ સુપ્રીમ કોર્ટ તરફથી કેજરીવાલને ઝટકાના સમાચાર સામે આવ્યા.સુપ્રીમ કોર્ટે તત્કાળ સુનાવણી કરવાની ના પાડી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે, કેજરીવાલની અરજી પર SCમાં તાત્કાલિક સુનાવણી થશે નહીં. તેઓએ આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં કોઈ વિશેષ બેન્ચ નહીં હોય. આવી સ્થિતિમાં સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા નથી.
મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ અને કસ્ટડીને કાયદેસર ગણાવી હતી અને તેમની દલીલોને ફગાવી દેતા તેમની અરજી ફગાવી દીધી હતી. જે બાદ બુધવારે સવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વકીલોને લગતી કેજરીવાલની બીજી અરજી પણ ફગાવી દીધી હતી. આ અરજીમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વકીલોને અઠવાડિયામાં 5 વખત મળવાની માંગ કરી હતી. હાલમાં કેજરીવાલ પોતાના વકીલોને અઠવાડિયામાં માત્ર બે વાર જ મળી શકે છે.
કેજરીવાલની લીગલ ટીમે બુધવારે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મળતી માહિતી મુજબ કેજરીવાલે સુનાવણી માટે આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં અરજી પર તાત્કાલિક સુનાવણી થશે નહીં. ગુરુવારે ઈદ, શુક્રવારે સ્થાનિક રજા અને પછી શનિવાર-રવિવારની રજાઓ છે. આવી સ્થિતિમાં અત્યારે ન તો સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ બેન્ચની રચના થશે અને ન તો સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા છે. હવે સોમવાર સુધી સુનાવણી થવાની શક્યતા નથી
EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. જે બાદ તેમની 10 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં 1 એપ્રિલે ટ્રાયલ કોર્ટે કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. તેઓ 10 દિવસ માટે તિહારમાં બંધ છે. જ્યારે તેની ધરપકડને 21 દિવસ થઈ ગયા છે. કેજરીવાલે તેમની ધરપકડ અને ન્યાયિક કસ્ટડીને ગેરકાયદે ગણાવી હતી અને તેને હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે EDઅને કેજરીવાલનો પક્ષ સાંભળ્યો હતો અને 3 એપ્રિલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એ પછી દિલ્હી હાઇકોર્ટે 9 એપ્રિલે ચુકાદો આપ્યો હતો કે EDની ધરપકડ કાયદેસર છે એમ કહીને કેજરીવાલની અરજી ફગાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp