શું જેલમાંથી બહાર આવશે CM કેજરીવાલ, જાણો તેમના વકીલે SCમાં શું દલીલો આપી

PC: amarujala.com

લીકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે કે પછી તેમની પરેશાનીઓ ચાલુ રહેશે? આ પ્રશ્ન હજુ યથાવત છે. સોમવારે દેશની સૌથી મોટી કોર્ટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક CM અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી થઈ. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કેજરીવાલની દલીલો સાંભળી હતી. આ કેસમાં મંગળવારે પણ સુનાવણી ચાલુ રહેશે. આ પહેલા CM કેજરીવાલને હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડને યથાવત રાખી હતી.

જસ્ટિસ ખન્નાએ CM અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે, શું તેમણે ટ્રાયલ કોર્ટ સમક્ષ જામીન માટે અરજી કરી નથી. તેના પર સિંઘવીએ કહ્યું કે, તેમણે આવું કર્યું નથી. જજે કહ્યું, 'તમે ધરપકડ અને રિમાન્ડનો વિરોધ કરો છો. હું જાણવા માંગુ છું કે, જામીન અરજી કેમ આપવામાં આવી નથી. જવાબમાં સિંઘવીએ કહ્યું, 'કારણ કે ધરપકડ જ ગેરકાયદેસર છે.' ED તરફથી હાજર રહેલા ASG SV રાજુએ કહ્યું કે તેમણે (કેજરીવાલે) કસ્ટડીનો વિરોધ કર્યો નથી.

સિંઘવીએ કહ્યું કે, ડિસેમ્બર 2023 સુધી મારું નામ 10 દસ્તાવેજો (CBI ચાર્જશીટ અને ED ફરિયાદ)માં નહોતું. સિંઘવીએ કહ્યું કે, ધરપકડની કોઈ જરૂર ન હતી. સિંઘવીએ ફરી એકવાર CM કેજરીવાલની ધરપકડને ચૂંટણી સાથે જોડીને કહ્યું કે, આ આચારસંહિતા લાગુ થયા બાદ કરવામાં આવી હતી. CM કેજરીવાલે કહ્યું કે 24 માર્ચ સુધી તેમને ન તો આરોપી બનાવવામાં આવ્યા હતા, કે ન તો શંકાસ્પદ.

સિંઘવીએ કહ્યું કે, કલમ 50 હેઠળ અનેક નિવેદનો નોંધવામાં આવ્યા છે, જેમાં તેમના નામનો ઉલ્લેખ નથી. તેમણે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. CM કેજરીવાલ વતી કહેવામાં આવ્યું કે, BSR રેડ્ડીએ એપ્રિલમાં 17 નિવેદન આપ્યા અને તેમનું નામ લીધું. શરત રેડ્ડીએ 9 નિવેદન આપ્યા જેમાં મારા પર કોઈ આરોપ નથી. આ અપ્રકાશિત દસ્તાવેજમાં મૂકવામાં આવ્યા હતા. તમે 9 નિવેદનને અવગણો અને 10મા પર આધાર રાખો, આવું ન થવું જોઈએ. સિંઘવીએ કહ્યું, 'તમે ગણતરીપૂર્વક કાર્યવાહી કરો છો. આ બિલાડી અને ઉંદરની રમત છે.'

સિંઘવીએ કહ્યું કે જો MSRએ ડિસેમ્બર 2022 અને જુલાઈ 2023 વચ્ચે નિવેદનો આપ્યા હતા, તો માર્ચ 2024માં ધરપકડ શા માટે કરવામાં આવી હતી. સિંઘવીએ કહ્યું કે, CM કેજરીવાલ આ તંકવાદી નથી. દિલ્હીના CMએ કહ્યું કે, તેમની ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. કલમ 50 હેઠળ નિવેદન નોંધવામાં આવ્યું ન હતું. સિંઘવીએ કહ્યું, 'વધુમાં તમારી પાસે શરત રેડ્ડીનું નિવેદન છે. જો હું કલમ 50 હેઠળ નિવેદન ન જોઉં, તો વિશ્વાસનું કોઈ કારણ નથી.' તેના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, માત્ર આ દોષ દર્શાવવા માટે પૂરતું નથી.

અગાઉ, CM કેજરીવાલે દેશની સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, આ કેસમાં તેમની 'ગેરકાયદેસર ધરપકડ' 'મુક્ત અને ન્યાયી ચૂંટણી' અને 'સંઘવાદ' પર આધારિત લોકશાહીના સિદ્ધાંતો પર અભૂતપૂર્વ હુમલો છે. આ કેસમાં તેમની ધરપકડને પડકારતી તેમની અરજી પર દાખલ કરાયેલ EDના કાઉન્ટર એફિડેવિટના જવાબમાં, CM કેજરીવાલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પહેલા તેમની ધરપકડની રીત અને સમય એજન્સીની 'મનસ્વીતા' વિશે ઘણું બધું કહી જાય છે. તેમણે કહ્યું છે કે, તેમની ધરપકડ એવા સમયે થઈ જ્યારે ચૂંટણી સંબંધિત આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp