આ ખેડૂત તરબૂચને અન્ડરવેર પહેરાવે છે, કારણ જાણીને હેરાન થઈ જશો
ફળો અથવા શાકભાજીને વધુ સારી રીતે ઉગાડવા માટે ખેડૂતો ઘણીવાર નવી નવી પદ્ધતિઓ અપનાવે છે. તેમાં ખાતર સહિત ઘણી વસ્તુઓ હોય છે. પરંતુ તાજેતરમાં એક તરબૂચના ખેડૂતે તેના ફળ સાથે શું કર્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો. હકીકતમાં, આ વ્યક્તિએ વેલામાં ઉગાડેલા તરબૂચને મહિલાઓના સેક્સી અંડરવેરમાં પહેરાવ્યા છે.
તે પોતે જ વિચિત્ર છે, કે શા માટે કોઈ મહિલાના સેક્સી નેટ અન્ડરવેરમાં તરબૂચને રાખે છે? શું આ શણગાર છે કે કોઈ પ્રકારની કળા? તો જાણી લો કે, વ્યક્તિ આ માત્ર તરબૂચને વધુ સારી રીતે ઉગાડવા માટે કરી રહ્યો છે.
આ પાછળનું કારણ જાણીને તમે પણ ખેડૂતના વખાણ કરશો. હકીકતમાં, તેણે આવા અંડરગારમેન્ટનો ઉપયોગ ફેન્સિંગ પર ચડેલા તરબૂચના વેલાને અને તરબૂચને જમીનથી ઉપર રાખવા માટે કર્યો છે. વાયર પર અન્ડરગાર્મેન્ટ તારમાં ફસાઈ જવાના કારણે તરબૂચને જમીનને સ્પર્શવા દેતા નથી, જેના કારણે તે સડી જવાની કોઈ શક્યતા નથી. હવે સવાલ એ છે કે, સેક્સી અંડરગારમેન્ટ પહેરવાની શું જરૂર છે, તો જાણી લો કે, આવા અંડરગારમેન્ટ જાળીદાર હોય છે અને ફળનો ઓક્સિજન રોકતા નથી.
જ્યારથી આ તરબૂચની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, ત્યારથી લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે અને તેની પાછળના કારણો પોતાની રીતે નક્કી કરી રહ્યા છે. એક યુઝરે એન્જોય કરતા લખ્યું, મને ખરાબ લાગે છે કે તરબૂચ પણ મારા કરતા વધુ સેક્સી છે.
જ્યારે ખુલાસો કરતી વખતે, એક યુઝરે લખ્યું કે, જાળીવાળા અંડરગારમેન્ટ્સ ખાસ ફળને શ્વાસ લેવાની જગ્યા આપવા માટે રાખવામાં આવ્યા છે. એક યુઝરે લખ્યું, સારું છે કે આ અન્ડરગાર્મેન્ટ્સમાં ટેગ રાખેલા છે જેથી લોકોને ખાતરી થઈ શકે કે, ખેડૂતે ફળો પર વપરાયેલા અન્ડરગાર્મેન્ટ્સ પહેરાવ્યા નથી. એક યુઝરે લખ્યું, આ ખેડૂત નેટનો પણ ઉપયોગ કરી શકતો હતો, અન્ડરગાર્મેન્ટની જ શું જરૂર હતી, જો કે, આ ખૂબ જ વિચિત્ર છે, પરંતુ કોઈક રીતે વધુ સારી ટેકનિક છે જેના દ્વારા તરબૂચને વધુ સારી રીતે ઉગાડી શકાય છે.
એક નેટીઝને કહ્યું, 'તે તરબૂચની છાલ પરનો લીલો રંગ વધુ એક સમાન બનાવવા અને તે સફેદ ન થાય તેની ખાતરી કરવા માટે અન્ડરવેરનો ઉપયોગ બેગ તરીકે કરે છે.' એકે તો એવો પણ દાવો કર્યો હતો કે, તરબૂચને ઉંચા રાખવાનો અને જો તેઓ ખૂબ ભીના થઈ જાય તો જમીન પર પડીને સડી જાય છે.
આ ખેડૂત માટે તેની ઉપજની સંભાળ રાખવાની કેવી સર્જનાત્મક અને આકર્ષક રીત છે! આ ચોક્કસપણે તરબૂચનું માર્કેટિંગ સરળ બનાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp