CM આતિશીએ બાજુની ખુરશી કેજરીવાલ માટે ખાલી રાખતા, ભાજપે જુઓ શું કહ્યું

PC: lalluram.com

આતિશીએ સોમવારે દિલ્હીના CM તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે CM આતિશી ચાર્જ લેવા પહોંચ્યા તો તેમની બાજુમાં એક ખાલી ખુરશી પણ જોવા મળી, આ ખુરશી વિશે જણાવતા CM આતિશીએ કહ્યું કે, 'આ ખુરશી કેજરીવાલના પરત ફર્યા સુધી આ રૂમમાં જ રહેશે અને આ ખુરશી કેજરીવાલની રાહ જોશે.'

દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)એ CM આતિશીના નિર્ણયને ચમચાગીરી ગણાવ્યો હતો. CM આતિશી પર નિશાન સાધતા દિલ્હી BJP જીલ્લા અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, 'તેમના આ પગલાથી CM આતિશીએ દિલ્હીના CM પદની ગરિમા તેમજ દિલ્હીની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ એક આદર્શ પાલન નથી, તે સીધી ભાષામાં ચમચાગીરી છે. અરવિંદ કેજરીવાલે જવાબ આપવો જોઈએ કે, શું તેઓ આવા રિમોટ કંટ્રોલથી દિલ્હી સરકાર ચલાવશે?'

અહીં તમને જણાવી દઈએ કે, સોમવારે ચાર્જ સંભાળતાની સાથે જ CM આતિશીએ કહ્યું હતું કે, 'આજે મારા મનમાં ભરતનું દર્દ છે. BJPએ અરવિંદ કેજરીવાલ પર કાદવ ઉછાળવામાં કોઈ કસર છોડી નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જ્યાં સુધી દિલ્હીના લોકો તેમની ઈમાનદારી સાબિત નહીં કરે, ત્યાં સુધી તેઓ ખુરશી પર નહીં બેસે અને રાજીનામુ આપી દીધું. દિલ્હીની જનતા ફરી એકવાર અરવિંદ કેજરીવાલને CMની ખુરસી પર બેસાડાશે.'

ખુરશી સંભાળ્યા પછી CM આતિશીએ કહ્યું હતું કે, 'કેજરીવાલને 6 મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું કે, અરવિંદ કેજરીવાલની એજન્સી દ્વારા દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી ધરપકડ કરવામાં આવી હતી. આ ખુરશી અરવિંદ કેજરીવાલની છે. મને વિશ્વાસ છે કે, ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને ફરીથી CM બનાવશે. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની આ ખુરશી અહીં જ રહેશે.'

અહીં તમને જણાવી દઈએ કે દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે CM પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલના રાજીનામા પછી આમ આદમી પાર્ટીના વિધાયક દળે તેમના સ્થાને આતિશીને દિલ્હીના નવા CM તરીકે પસંદ કર્યા. કેજરીવાલે પોતાનું રાજીનામું દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર V.K. સક્સેનાને સોંપ્યું હતું. આ સાથે CM આતિશીએ LGને એક પત્ર પણ સુપરત કર્યો હતો, જેમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાજીનામું અને પત્ર લેફ્ટનન્ટ ગવર્નરે રાષ્ટ્રપતિને મોકલ્યો હતો.

પોતાના નામની ઘોષણા પછી, CM આતિશીએ કહ્યું હતું કે, તે આગામી ચૂંટણી સુધી જ CM રહેશે અને જ્યારે ફરીથી AAPની સરકાર બનશે ત્યારે કેજરીવાલ CM બનશે. CM આતિશીએ એમ પણ કહ્યું હતું કે, આગામી ચૂંટણી સુધી મારી પાસે ફક્ત બે જ કામ છે. પહેલું, 'દિલ્હીની જનતાને BJPના ષડયંત્રથી બચાવવાનું'. બીજું, 'કેજરીવાલને ફરીથી CM બનાવવાના.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp