આ પુનર્જન્મથી ઓછું નથી... 140 વર્ષ પછી જોવા મળ્યું દુર્લભ નારંગી કબૂતર

PC: aajtak.in

જે પક્ષી લુપ્ત માનવામાં આવતું હતું તે 140 વર્ષ પછી ફરી દેખાયું છે. સંપૂર્ણ સ્વસ્થ, જંગલમાં ફરતા. વાસ્તવમાં તે એક દુર્લભ કબૂતર છે. તેને બ્લેક નેપેડ પીઝન્ટ કબૂતર કહેવામાં આવે છે. આ પક્ષી હવે 1882 પછી પ્રથમ વખત દેખાયું છે. આવો જાણીએ કેમ દુર્લભ છે આ કબૂતર?

આ પક્ષી છેલ્લે 1882માં જોવા મળ્યું હતું. તે પછી તેને લુપ્ત માનવામાં આવતું હતું. હવે 140 વર્ષ બાદ આ દુર્લભ કબૂતર પાપુઆ ન્યુ ગિનીના ફર્ગ્યુસન ટાપુ પર ફરી જોવા મળ્યું છે. જંગલમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું. આ કબૂતરને બ્લેક નેપેડ ફીઝન્ટ કબૂતર કહેવામાં આવે છે. આ કબૂતર આ વિસ્તારનું પક્ષી છે. વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતું નથી.

એક સદી કરતાં વધુ સમયથી આ દુર્લભ કબૂતર વિજ્ઞાનની દુનિયા માટે ખોવાઈ ગયું હતું. તેને સંભવિત લુપ્ત શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. પરંતુ 2019માં, પાપુઆ ન્યુ ગિનીમાં સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેથી કરીને સંભવિત લુપ્ત સજીવોને શોધી શકાય. કારણ કે, સ્થાનિક લોકો ઘણા લુપ્ત થઈ ગયેલા જીવોના પુનઃ દેખાવાની વાત કરી રહ્યા હતા. લોકોએ જણાવ્યું કે તેઓએ 'ઓવો' નામનું પક્ષી જોયું છે કે જે જમીનને ખોદીને પોતાનો ખોરાક શોધે છે.

આ દુર્લભ કબૂતરનું સ્થાનિક નામ Auvo છે. આખરે આ પક્ષી જંગલોમાં લગાવેલા કેમેરાઓમાંથી એક કેમેરામાં દેખાયું હતું. કોર્નેલ લેબ ઓફ ઓર્નિથોલોજીના સંશોધક જોર્ડન બોર્સમાએ જણાવ્યું હતું કે, આ કબૂતર 1882થી દેખાયું ન હતું. એવું મણિ લેવામાં આવ્યું હતું કે, હવે આ પ્રજાતિ સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ 2019માં અમે સ્થાનિક લોકોના મોઢેથી સાંભળ્યું છે. પછી આ વર્ષે સપ્ટેમ્બરમાં, અમે તેમને શોધવાનું બીજું અભિયાન શરૂ કર્યું.

જોર્ડને કહ્યું કે, આ કોવિડ સમયગાળા દરમિયાન જ જંગલમાં ઉછર્યા હશે. કેવી રીતે અદૃશ્ય થઈ ગયા? ક્યાંથી પાછા આવ્યા? આ બધું હજુ તપાસનો વિષય છે. પરંતુ તેઓ અસ્તિત્વમાં છે, તે સારી બાબત છે. એક જ પક્ષીને શોધવામાં અમને એક મહિના કરતાં વધુ સમય લાગ્યો. જોર્ડને સ્થાનિક શિકારી ઓગસ્ટીન ગ્રેગરીને તેની ટીમમાં સામેલ કર્યો. કારણ કે, આ પક્ષીની વાર્તાઓ કોઈ પૌરાણિક કથાઓથી ઓછી નથી. તે પછી ઓગસ્ટિનના માર્ગદર્શન હેઠળ કિલકેરન પર્વત પર ઘણી જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા હતા. પછી ત્યાં શું, ફક્ત રાહ જોવાનું, મહિના સુધીની લાંબી રાહ. આ પછી અમને આ વીડિયો ફૂટેજ મળ્યો. આ કોઈ પુનર્જન્મથી ઓછું નથી.

પાપુઆ ન્યુ ગિનીનો ફર્ગ્યુસન આઇલેન્ડ ખૂબ જ ગાઢ જંગલોથી ભરેલો છે. અહીં માનવીઓની અવરજવર ઓછી છે. પર્વત પર જંગલ આવેલું છે, તેથી મુશ્કેલીઓ પણ વધુ છે. એટલા માટે અહીં કોઈપણ પ્રકારનું અભિયાન ચલાવવું કોઈ પડકારથી ઓછું ન હતું. અત્યારે આપણે આ દુર્લભ કબૂતર વિશે કશું જાણતા નથી. બહુ ઓછી માહિતી છે. તેના વિશેનો અભ્યાસ હજુ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp