હોર્ડિંગ લગાવીને લગ્ન માટે યુવતી શોધી રહ્યો છે આ રીક્ષા ડ્રાઇવર

PC: twitter.com

દુનિયામાં જાત જાતના અને ભાત ભાતના લોકો વસે છે. એક રીક્ષા ડ્રાઇવરનું હોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. તેણે જીવનસાથીની શોધ માટે રીક્ષા પર હોર્ડિંગ લગાવ્યું છે. આ રીક્ષા ડ્રાઇવર ગણા સમયથી લગ્ન માટે યુવતીની શોધખોળ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઇ જીવનસાથી મળ્યું નહીં તો રીક્ષા પર હોર્ડિંગ લગાવી દીધું છે. યુવક મધ્ય પ્રદેશનો છે અને અત્યારે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો છે.

મધ્ય પ્રદેશમાં આવેલા દમોહ શહેરમાં એક યુવક તેના લગ્ન માટે અનોખા અંદાજમાં યુવતિની શોધ કરી રહ્યો છે. તેણે ઇ-રિક્ષામાં એક મોટું હોર્ડિગ લગાવ્યું છે અને આ હોર્ડિંગમાં પોતાના નામ, શિક્ષણ, હાઇટ, બ્લડગ્રુપ સહિતની તમામ માહિતી મુકી છે. સાથે લખ્યું છે કે જાતિ અને ધર્મનું કોઇ બંધન નથી. રીક્ષા ડ્રાઇવર મોટા હોર્ડિંગ સાથે આખા શહેરમાં રીક્ષા ફેરવી રહ્યો છે અને લોકો કુતુહલથી તેનું આ હોર્ડિંગ વાંચી પણ રહ્યા છે. તેણે હોર્ડિંગમાં લખેલી વિગતને કરાણે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જાણવા મળેલી વિગત મુજબ રીક્ષા ડ્રાઇવર યુવકનું નામ દીપેન્દ્ર રાઠોડ છે અને તેણે કહ્યુ કે, તે અત્યારે 30 વર્ષની ઉંમરે પહોંચી ગયો છે, પરંતુ લગ્ન માટેનો કોઇ પ્રસ્તાવ આવતો નથી. દીપેન્દ્ર રાઠોડે કહ્યું કે, હું ઇચ્છું છે કે હવે મારા જલ્દીથી લગ્ન થઇ  જાય એટલે રીક્ષા પર હોર્ડિંગ લગાવવા માટે મજબુર થયો છું.

દીપેન્દ્ર રાઠોડે આ હોર્ડિંગમાં એક ખાસ વાત લખી છે કે તેને લગ્ન માટે કોઇ જાતિ કે ધર્મનું બંધન નડશે નહીં. મતલબ કે દીપેન્દ્ર હવે એટલો ઉતાવળો થયો કે યુવતી કોઇ પણ ધર્મ કે કોઇ પણ જાતિની હશે તો તેને વાંધો નથી. રીક્ષા ડ્રાઇવરે કહ્યું કે, કોઇ પણ જાતિ કે ધર્મની યુવતી અથવા તેનો પરિવાર મારી પાસે લગ્નની દરખાસ્ત લઇને આવી શકે છે.

દીપેન્દ્રએ કહ્યું કે, રીક્ષા પર હોર્ડિંગ મુક્યું તેના માટે મારા માતા-પિતા પાસે પણ મંજૂરી લીધી છે. તેઓ પૂજા પાઠમાં વ્યસ્ત રહેતા હોવાથી મારા માટે છોકરી શોધી શકતા નથી. રાઠોડે કહ્યું કે, મારી પાસે હવે કોઇ વિકલ્પ બચ્યો નથી. તેણે કહ્યુ કે પોતે ઇ-રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જે કોઇ પણ યુવતી જીવન સંગીની બનવા તૈયાર થશે તેને પોતે ખુશ રાખશે એમ રીક્ષા ડ્રાઇવરે કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp