ભાજપા સાંસદ ગીતકારનો વીડિયો શેર કરી બોલ્યા- મોદી સરકાર જાગો...

PC: indusdictum.com

ભાજપા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગીતકાર મનોજ મુંતશિરનો એક વીડિયો શેર કરી કહ્યું કે દેશના બાળકોને હજુ ખરો ઇતિહાસ ભણાવવાનો બાકી છે. મોદી સરકાર જાગો. વીડિયો શેર કરી ભાજપા સાંસદે લખ્યું, ભારતના આ ઈતિહાસને હજુ ભણાવવાનો બાકી છે. મોદી સરકાર જાગો.

ખરા શૂરવીરોને ભૂલીને આપણે આ ગુનેગારોને હીરો બનાવી દીધા

વીડિયોમાં ગીતકાર મનોજ મુંતશિર કહે છે, ભારતના વીરોની તલવારો ક્યારેય સૂતી નથી રહી. અકબર શું કોઇપણ મુઘલ બાદશાહે આખા ભારત પર રાજ ક્યારેય કર્યું જ નથી. દિલ્હી સલ્તનત નામની કોઇ વસ્તુ જ નહોતી. મુઘલ અલગ અલગ રાજાઓ સાથે મળીને આ દેશ પર રાજ કરતા હતા. સામ્રાજ્ય કે સલ્તનત શબ્જ મજાકથી વધારે કશું જ નથી. મહરોલીથી લઇ યમુના સુધી રાજ કરનારા લુટેરાઓને આપણે જરૂરત કરતા વધારે ઈજ્જત આપી દીધી. ખરા શૂરવીરોને ભૂલીને આપણે આ ગુનેગારોને હીરો બનાવી દીધા.

ગીતકારે કહ્યું, સામ્રાજ્ય હતું મગધ, ચોલા, ચેરા અને પાંડ્યનું...મુઘલોનું થોડું. જો આપણે ખરેખર મુઘલો, લોદીયો, તુર્કો, ખીલજીઓના ગુલામ રહ્યા હોત તો સનાતન ધર્મ અને હિંદુત્વનું નામોનિશાન મટી ગયું હોત. ભારત અન્ય દેશોની જેમ ગુલામ નથી રહ્યું. નહીતર હિંદુઓ ક્યારના મટી ગયા હોત. ભારતના વીરોએ ક્યારેય બંગળીઓ નથી પહેરી. વિચારીને અને પ્રયોજિત રીતે હિંદુઓમાં ભાવના ભરવામાં આવી કે તેઓ નબળા છે.

તેમણે કહ્યું, મુઘલો અને દિલ્હી સલ્તનત વિશે આટલું ભણાવ્યું. મહારાણા હમીર સિંહે મોહમ્મદ બિન તુગલકને કેદમાં રાખેલો એ શા માટે ન ભણાવાયું. મહારાણા કુંભાએ ખીલજીને બંદી બનાવેલો તે કેમ ન જણાવ્યું. રાણા સાંગાએ ઈબ્રાહીમ લોદીને હરાવ્યો તે શા માટે ન જણાવ્યું. બબ્બર રાવલે મોહમ્મદ બિન કાસિમને દોડાવી દોડાવીને ઈરાન સુધી માર્યો હતો, તે શા માટે ન ભણાવ્યું.

આ પહેલા પણ ભાજપા સાંસદ કેન્દ્રની મોદી સરકાર પર ઘણાં હુમલા કરી ચૂક્યા છે. હાલમાં જ તેમણે કર્ણાટકના મુખ્યમંત્રીને હટાવવા સામે પાર્ટીના નેતૃત્વને ચેતવ્યા છે. તેમણે કહ્યું, યેદિયુરપ્પા જ હતા જેઓ સૌથી પહેલા કર્ણાટકમાં ભાજપાને લાવ્યા હતા. અમુકે તેમને હટાવવાનું કાવતરું ઘડ્યું કારણ કે તેઓ ચમચા નહીં બની શકે. તેમના વિના પાર્ટી રાજ્યમાં સત્તામાં ફરી શકે નહીં. માત્ર તેમના ભાજપામાં આવવા પર પાર્ટી ફરીથી જીતી.

લિંગાયત નેતા યેદિયુરપ્પાને સુબ્રમણ્યમ સ્વામીનું સમર્થન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp