જૂઓ કેવું છે રામલલાનું ગર્ભગૃહ, તેને શણગારનાર મહિલા આર્કિટેક્ટે છતાં કર્યા રહસ્ય

PC: aajtak.in

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણમાં આમ તો સેંકડો એન્જિનિયરો અને હજારો કામદારો યોગદાન આપી રહ્યા છે. પરંતુ મંદિરના ગર્ભગૃહમાં, જ્યાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યાં એક મહિલા આર્કિટેક્ટની દેખરેખ હેઠળ ફ્લોર અને સિંહાસન બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ આર્કિટેક્ટનું નામ દક્ષિતા અગ્રવાલ છે. મીડિયા સૂત્રએ દક્ષિતા સાથે વાત કરી અને મંદિરના ગર્ભગૃહમાં કામ કરવાની તક મેળવવા અંગે તે શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કર્યો.

દક્ષિતાએ આ વિશે કહ્યું, 'ખૂબ સારું લાગે છે. આ તે સ્થાન છે જ્યાં આજથી એક મહિના પછી રામ લલ્લા બિરાજશે. મેં મારી ટીમ સાથે સતત 10 દિવસ સુધી તે જગ્યાએ કામ કર્યું. મને ખૂબ જ સારું લાગે છે કે મને આ લહાવો મળ્યો. હું ભગવાનનું સિંહાસન બનાવી રહી છું. સિંહાસન પર સોનાની પ્લેટ લગાવવાનું કામ ચાલી રહ્યું છે, જે થોડા દિવસોમાં પૂર્ણ થશે. પથ્થરમાંથી બનેલું આ સિંહાસન લગભગ સાડા ત્રણ ફૂટ ઊંચું હશે. રામ મંદિરના ગર્ભગૃહના તમામ દરવાજા સાગના લાકડાના બનેલા હશે અને તે બધાને સોનાથી મઢવામાં આવશે.'

મીડિયા સૂત્રોની ટીમ અયોધ્યાની શ્રી રામ જન્મભૂમિ વર્કશોપ પર પહોંચી. રામ મંદિર માટે પથ્થરો કોતરવાનું કામ અહીં 90ના દાયકામાં જ શરૂ થઈ ગયું હતું. આ ગુલાબી રંગના પથ્થરો રાજસ્થાનના બંશી પહારપુરથી અહીં લાવવામાં આવ્યા છે. મોટાભાગના પથ્થરો પર સુંદર કોતરકામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકીના કેટલાક પથ્થરો પર દેવી-દેવતાઓની આકૃતિઓ કોતરવાની બાકી છે. શરૂઆતમાં માત્ર બે માળનું રામ મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાર પછી તેની યોજનામાં ફેરફાર કરીને તેને ત્રણ માળનું બનાવવામાં આવ્યું હતું.

રામ મંદિરના શિખરની ઊંચાઈ જમીનથી 161 ફૂટ હશે. વર્કશોપમાં કોતરવામાં આવેલા કુલ પથ્થરોમાંથી 40 ટકાનો ઉપયોગ રામ મંદિરમાં કરવામાં આવશે, જ્યારે અન્ય પથ્થરોનો ઉપયોગ પાર્કમાં નિર્માણ થનારા અન્ય મંદિરોમાં કરવામાં આવશે. જેમાં અહિલ્યાબાઈ, નિષાદ રાજ, સબરી, મહર્ષિ વશિષ્ઠ અને વામિલ્કીના મંદિરોનો સમાવેશ થાય છે. વર્કશોપમાં રામેશ્વરમથી લાવેલી 620 કિલોનો ઘંટ પણ રાખવામાં આવ્યો છે, જેના પર જય શ્રી રામ લખેલું છે. મંદિરનું નિર્માણ પૂર્ણ થયા પછી તેને ત્યાં સ્થાપિત કરવામાં આવશે.

આ ઘંટમાંથી નીકળતો પડઘો કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાશે. કર્ણાટકથી અન્ય કેટલાક ઘંટ પણ અયોધ્યા પહોંચી ગયા છે, જેનો ઉપયોગ રામ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ કરવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે, 22 જાન્યુઆરી 2024ની તારીખ ઈતિહાસના પાનામાં નોંધાવા જઈ રહી છે. આ દિવસે 500 વર્ષ પછી રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. આ પ્રસંગે PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં હાજર રહેશે. આ પહેલા 30 ડિસેમ્બરે PM મોદી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp