પતિ પેરાલાઈઝ થયા પણ પત્નીએ હાર ન માની, 20 વર્ષોથી પંક્ચર બનાવે છે
જીવનમાં મુશ્કલીઓનો સામનો દરેક વ્યક્તિને દરેક દિવસે અને દરેક ક્ષણે કરવો પડે છે, પણ હિંમત રાખીને દરેક મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધીને જ આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ, આવું જ એક ઉદાહરણ આપ્યું છે, મધ્યપ્રદેશની વિદિશા જિલ્લાની સરજૂબાઈએ.
અનેક વર્ષો પહેલા સરજુબાઈના પતિ પેરાલાઈઝ થઇ ગયો હતો, તે ચાલી શકતા ન હતા, કંઈ કામ પણ કરી શકતા ન હતા. ત્યાર બાદ એક વર્ષ પહેલા તેમનું નિધન થઇ ગયું. આ દુ:ખના સમયે સરજુબાઈએ હાર ન માની અને પંક્ચર બનાવીને પોતાના બાળકોનું પાલન-પોષણ કર્યું હતું, સરજુબાઈ છેલ્લા 20 વર્ષથી પંક્ચર બનાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
સરજુબાઈએ પોતાના દૃઢ નિશ્ચયની સાથે પોતાના પતિ ન હોવા છતાં પણ પોતાના બાળકોને કોઈ પણ વસ્તુની કમી અનુભવવા નથી દીધી, વિદિશામાં રહેતા સરજુબાઈના પતિનું એક વર્ષ પહેલા નિધન થયું હતું, ત્યાર બાદથી તેની પત્ની, દીકરો અને દીકરી ત્રણેય બેસહારા બની ગયા હતા. ત્યાર બાદ સરજુની સામે જીવન ગુજારવાની મોટી સમસ્યા નિર્માણ થઇ હતી.
ગુજરાનનું સાધન માનીને કરવા લાગી મહેનત
સરજુ કહે છે કે વિકલાંગતાએ મારા પતિને તો મારીથી છીનવા લીધા, પણ હું હાર માનીશ તો, મારા બાળકોનું શું થશું? હું મારા આંસુઓને પોતાની તાકત બનાવી લીધી છે, સૌથી પહેલા પંક્ચર બનાવીને 10-10 રૂપિયાની બચત કરી, તેનાથી પરિવારનું ગુજરાન કરતી રહી, પછી થોડી હિંમત વધી અને પંક્ચરની દુકાનને જ પોતાના ગુજરાનનું સાધન માનીને મહેનત કરવા લાગી ગઈ.
આ કામને ગુજરાનનું સાધન બનાવી લીધું છે. કેમ કે, હું બાળકોને એક સારૂ ભવિષ્ય આપી શકું. સરજુ છેલ્લા 20 વર્ષોથી ગાડીઓના પંક્ચર બનાવીને પોતાના બાળકોનું પાલન-પોષણ કરે છે. તેનું કહેવું છે કે, આ દુ:ખ તેના જીવનમાં પરીક્ષાનો સમય છે, બાળકો શિક્ષણ મેળવી લેશે તો મારી મહેનત અનેક અંશે સફળ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp