RSS નેતા બોલ્યા-અહંકારી બની ગયા તેમને 241 પર રોકી દીધા, રામ વિરોધી છે તેમને..’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભાની ચૂંટણીના પરિણામો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાધારી ભાજપને અહંકારી અને વિપક્ષી INDIA ગઠબંધનને ‘રામ વિરોધી’ કરાર આપ્યો. ઈન્દ્રેશ કુમારે કહ્યું કે, રામ બધા સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભાની ચૂંટણી જ જોઈ લો. જેમણે રામ ભક્તિ કરી, પરંતુ તેમનામાં ધીરે ધીરે અહંકાર આવી ગયો. એ પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવી દીધી, પરંતુ જે તેને પૂર્ણ હક મળવો જોઈએ, જે શક્તિ મળવી જોઈતી હતી, એ અહંકારના કારણે ભગવાને રોકી દીધી.
તેમણે કહ્યું કે, જેમણે રામનો વિરોધ કર્યો, તેમને જરાય શક્તિ ન આપી. તેમાંથી કોઈને પણ શક્તિ ન આપી. બધા મળીને પણ નંબર-1 ન બન્યા. નંબર-2 પર ઊભા રહી ગયા. એટલે પ્રભુનો ન્યાય વિચિત્ર નથી. સત્ય છે. ખૂબ આનંદદાયક છે. ગુરુવારે ઈન્દ્રેશ કુમારે જયપુર પાસે કાનોતામાં રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. ઇન્દ્રેશ કુમાર RSSના રાષ્ટ્રીય કાર્યકરિણીના સભ્ય પણ છે. જો કે, તેમણે પોતાના નિવેદનમાં પાર્ટીનું નામ ન લીધું, પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટ પક્ષ-વિપક્ષ તરફ સંકેત આપી રહ્યો છે.
ઈન્દ્રેશ કુમારે ભાજપના સંદર્ભમાં કહ્યું કે, જે પાર્ટીએ (ભગવાન રામની) ભક્તિ કરી, પરંતુ અહંકારી થઈ ગઈ, તેને 241 પર રોકી દીધી, પરંતુ તેને સૌથી મોટી પાર્ટી બનાવી દીધી અને જેમની રામમાં કોઈ આસ્થા નહોતી, તેમને એક સાથે 234 પર રોકી દીધા. લોકતંત્રમાં રામરાજ્યનું વિધાન જુઓ, જેમણે રામભક્તિ કરી, પરંતુ ધીરે ધીરે અહંકારી થઈ ગયા, તે પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી, પરંતુ જે વોટ અને તાકત મળવી જોઈતી હતી, એ ભગવાને તેમના અહંકારના કારણે રોકી દીધી.
તેમણે વધુમાં કહ્યું કે, તેમણે રામનો વિરોધ કર્યો, તેમાંથી કોઈને પણ સત્તા ન આપી. અહી સુધી કે એ બધાને એક સાથે નંબર 2 બનાવી દેવામાં આવ્યા. ભગવાનનો ન્યાય સાચો અને આનંદદાયક છે. જે લોકો રામની પૂજા કરે છે તેમણે વિનમ્ર હોવું જોઈએ અને જે રામનો વિરોધ કરે છે, ભગવાન સ્વયં તેમને નિપટે છે. ભગવાન રામ ભેદભાવ કરતા નથી અને દંડ આપતા નથી. રામ કોઈનો વિલાપ કરતાં નથી. રામ બધાને ન્યાય આપે છે. તેઓ આપે છે અને આપતા રહેશે. ભગવાન રામ હંમેશાં ન્યાયપ્રિય છે અને ન્યાયપ્રિય રહેશે. ભગવાન રામે લોકોની રક્ષા કરી અને રાવણનું પણ ભલું કર્યું.
ઈન્દ્રેશ કુમારની આ ટિપ્પણી RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદનના થોડા દિવસ બાદ આવી છે. ભાગવતે કહ્યું હતું કે, એક સાચા સેવકમાં અહંકાર હોતો નથી અને તે ગરિમા બનાવી રાખતા લોકોની સેવા કરે છે. નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે જે સાચો સેવક છે, જેને વાસ્તવિક સેવક કહી શકાય છે એ મર્યાદાથી ચાલે છે. એ મર્યાદાનું પાલન કરીને જે ચાલે છે, એ કર્મ કરે છે, પરંતુ કર્મોમાં લપેટાયેલા હોતા નથી. તેમાં અહંકાર આવતો નથી કે મેં કર્યું. એ જ સેવક કહેવાવાનો અધિકારી રહે છે. એક સાચા સેવક ગરિમા બનાવી રાખે છે. તે કામ કરતી વખત મર્યાદાનું પાલન કરે છે. તેને એ અહંકાર નથી કે મેં આ કામ કર્યું છે. માત્ર એ વ્યક્તિને સાચો સેવક કહી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp