સનાતનનો વિરોધ કરનારા રાવણના ખાનદાનના છે,એ બિચારા લોકો છે: ધીરેન્દ્ર શાસ્ત્રી

PC: indiatv.in

બાગેશ્વધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી શનિવારે વિમાન મારફતે ખંડવા એરપોર્ટ પહોંચ્યા હતા.વરસાદને કારણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના વિમાનને ખંડવા પહોંચવામાં વિલંબ થયો હતો. એ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાફલો ખંડવા એરપોર્ટથી હરસૂદ જવા માટે રવાના થયો હતો, જ્યાં બાગેશ્વર બાબાનો 2 દિવસનો કાર્યક્રમ આયોજિત થયેલો છે.શનિવારે બાબા તેમના શ્રધ્ધાળુઓને કથા સંભળાવી અને રવિવારે બાબાનો દરબાર ભરાયો હતો,જેમાં લોકો તેમની સમસ્યા અને પરેશાનીઓ જણાવી હતી અને બાબા બાગેશ્વરે તેના ઉકેલ બતાવ્યા હતા.

જયારે ખંડવા એરપોર્ટથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાફલો જઇ રહ્યો હતો ત્યારે વચમાં તેમણે પોતાના કાફલાને રોકી દીધો હતો. રસ્તામાં ઘણા બધા લોકો બાબાને મળવા ઉભા હત. આ દરમિયાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે પણ વાત કરી હતી. બાગેશ્વર બાબાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારત હિંદુ રાષ્ટ્ર બને અને સનાતન ધર્મ વિશે જાગૃતિ આવે તેના માટે હું અહીં આવ્યો છું.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ સનાતનનો વિરોધ કરનારા સામે પણ નિશાન સાધી દીધું હતું. બાગેશ્વર બાબાએ કહ્યું કે, સનાતનનો વિરોધ કરનારા બધા રાવણના ખાનદાનના છે. એ લોકો બિચારા છે.

મીડિયા સાથેની વાતચીતમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલ પુછવામાં આવ્યો હતો કે સનાતન પર કટાક્ષ કરનારા લોકો માટે શું કહેશો? જેના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ કે, એ બધા રાવણના ખાનદાનના છે, બિચારા. શાસ્ત્રીએ કહ્યુ કે એમની હાલત’ ખિસિયાની બિલ્લી ખંભા નીચે’ જેવી છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 23 અને 24 સપ્ટેમ્બર મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલા હરસૂદમાં બે દિવસની હનુમાન કથા કરશે. હનુમાન કથાની સાથે સાથે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર પણ ભરાશે. કથાને લઇને 22 સપ્ટેમ્બરે હરસૂદમાં એક મોટી કળશ યાત્રા પણ કાઢવામાં આવી હતી.

બે દિવસની કથા પછી બાબા બાગેશ્વર 25 સપ્ટેમ્બર બાગેશ્વર ધામ જવા રવાના થઇ જશે. હરસૂદની કથાને લઇને જુદી જુદી કમિટીઓ બનાવવામાં આવેલી છે. કથાને લઇને આદિવાસી સમુદાય અને પ્રાદેશિક લોકોમાં ઉત્સાહ અને ઉમંગની સાથે કુતુહલતા પણ છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હિંદુ રાષ્ટ્ર માટે ઘણા સમયથી પ્રચાર કરી રહ્યા છે અને અનેક વખત તેમણે વિવાદીત નિવેદનવો પણ આપ્યા છે.સનાતન ધર્મ વિશે પણ બાબા બાગેશ્વર તેમના વિચારો હમેંશા પ્રકટ કરતા રહે છે. જો કે તેમનો દિવ્ય દરબાર અનેક વખત વિવાદોમાં ઘેરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp