8 વર્ષના મુસ્લિમ બાળકની સમયસૂકતાથી હજારો જિંદગી બચી, ટીશર્ટ કાઢી ટ્રેનને રોકી

PC: twitter.com

દેશમાં એક તરફ નફરતનો માહોલ છે અને કેટલાંક હિંદુ મુસ્લિમો ઝેર ઓકી રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણશો તો નફરત ભુલી જશો. એક 8 વર્ષના મુસ્લિમ બાળકે પોતાની સમયસૂકતા વાપરીને લાલ ટી-શર્ટ બતાવીને ટ્રેનને રોકી દીધી , જેને કારણે હજારો જિંદગીઓ બચી ગઇ. એ બાળકે ત્યારે એવું ન વિચાર્યું કે ટ્રેનમા હિંદુ બેઠા હશે કે મુસલમાન.

પશ્ચિમ બંગાળમાં એક 8 વર્ષના બાળકે પોતાની સુઝબુઝ દાખવી જેને કરાણે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઇ. પોતાના જીવીની પરવા કર્યા વગર આ બાળકે માત્ર પોતાના મગજનો ઉપયોગ કરીને સિયાલદેહથી સિલ્ચર જતી કંચનજંઘા એક્સપ્રેસને મોટી હોનારતમાંથી બચાવી લીધી હતી. બાળકની બહાદુરીની ગાથા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

મીડિયા રિપોર્ટસ મુજબ પશ્ચિમ બંગાળના ભાલુકા રોડ સ્ટેશન પાસે ટ્રેક પર એક જમીન ખસી ગયેલી હતી. એ સમયે 8 વર્ષનો મુરસાલિમ શેખ નામનો એક બાળક ટયુશનથી ઘરે જઇ રહ્યો હતો. મુરસાલિમે ટ્રેક પર જોયું તો જમીન ખસેલી હતી. આ સમયે ભાલુકા રોડ સ્ટેશન પાસેથી કંચનજંઘા એક્સપ્રેસ પસાર થવાની હતી. આ 8 વર્ષના મુરસાલિમને સમજ પડી ગઇ કે કોઇ પણ હિસાબે આવનારી ટ્રેનને રોકવી પડશે. ટ્રેન ટ્રેક પર આવી રહી હતી એટલે મુરસાલિમ પાસે વધારે સમય નહોતો. તેણે સાંભળેલું કે લાલ કલરથી ટ્રેન અટકે છે. જોગાનુજોગ એ દિવસે તેણે લાલ ટી- શર્ટ પહેર્યું હતું. બાળકે સમયસૂકતા વાપરીને પોતાનું ટી-શર્ટ ઉતાર્યું અને હવામાં ફંગોળીને લોકો પાયલોટ તરફ લહેરાવ્યું. લોકો પાયલોટે તરત ઇમરજન્સી બ્રેક મારી અને મુરસાલિમે બતાવેલા સ્થળ પર જઇને જોયું તો લોકો પાયલોટે બાળકની બહાદુરીની પ્રસંશા કરી. રેલવેના કર્મચારીઓ પણ તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાળકની સુઝબુઝને કારણે મોટો અકસ્માત ટળી ગયો.

રેલવેના અધિકારીઓ પણ મુરસાલિમને મળ્યા હતા અને તેણે આખી વાત અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે આ બાળકની બહાદુરી જોઇને તેનું સન્માન કરવાનું અમે વિચારી રહ્યા છે. તેણે જે સમયસૂકતા વાપરી તેને કારણે મોટી દુર્ઘટના ટળી અને હજારો જિંદગી બચી ગઇ. બાળક મુરસાલિમ શેખ બારિનવાર મિશન વિદ્યાલયમાં ભણે છે.

જ્યારે મુરસાલિમના ગામના લોકોને વાતની ખબર પડી તો આખા ગામના લોકોએ ખુશી વ્યકત કરી હતી. લોકોએ કહ્યું કે લોકોની જિંદગી બચાવીને મુરસાલિમે અમારા ગામનું નામ રોશન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp