પત્નીએ કર્યા 4 વર્ષમાં 3 નિકાહ...નારાજ પતિઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક લુંટનારી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે, જેણે એક પછી એક એમ ત્રણ લગ્ન કર્યા હતા. તેની પર આરોપ છે કે, તે ત્રણેય પતિઓને લૂંટીને ઘરેથી ભાગી ગઈ હતી. મહિલાની સાથે લગ્ન કર્યા પછી લૂંટનો ભોગ બનેલા બે પતિઓએ પોલીસને ન્યાય અપાવવા માટે અરજી કરી છે. જોકે, પોલીસે પતિની ફરિયાદના આધારે તપાસ શરૂ પણ કરી દીધી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ આખો મામલો બરેલીના ઇજ્જતનગર પોલીસ સ્ટેશનના બિહારમાન નગલાનો છે. અહીં રહેતો ઈમરાન લગભગ ચાર વર્ષ પહેલા ભોજીપુરાની એક મહિલાને મળ્યો હતો. તે સમયે મહિલાએ પોતાને અપરિણીત જાહેર કરી હતી. આ પછી ઈમરાને તેની સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસો પછી જ મહિલાએ ઈમરાન પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું. આવી રીતે પૈસા માંગવાનું લગભગ દોઢ વર્ષ સુધી ચાલતું રહ્યું હતું.

દોઢ વર્ષ પછી ઈમરાને તેને ધીરે ધીરે પૈસા આપવાનું બંધ કરતા જ મહિલાએ તેને ધમકાવવાનું શરૂ કર્યું અને ખોટો કેસ દાખલ કરવાની વાત કરવા લાગી હતી. 2021માં યુવતી અન્ય યુવક સાથે તેના ઘરેથી 35,000 રૂપિયા રોકડા અને ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. ત્યાર પછી ઈમરાને તે યુવતીની શોધખોળ કરી તો, તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઈમરાનને ખબર પડી કે મહિલાના પહેલા પણ લગ્ન થઈ ચૂક્યા છે. ઈમરાને પૂછપરછ કરતાં ખબર પડી કે તેના લગ્ન ભોજીપુરાના ખિઝરપુરમાં થયા હતા. ત્યાં મહિલાએ સલીમ નામના વ્યક્તિ સાથે પણ આવું જ કર્યું હતું.

ઈમરાનને આ સમગ્ર મામલાની જાણ ત્યારે થઈ જ્યારે મહિલાએ તેની વિરુદ્ધ ભોજીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસ નોંધાવ્યો. ઈમરાનના ઘરે નોટિસ પહોંચી છે અને હવે મહિલા તેને ધમકી આપી રહી છે કે, જો તે તેને પૈસા આપશે તો તે કેસ પાછો ખેંચી લેશે. તેનો બીજો પતિ સલીમ પણ મહિલાથી નારાજ છે. મહિલા તેની પાસે 2 લાખ રૂપિયાની માંગ કરી રહી છે. ઇમરાન અને સલીમે આ સમગ્ર મામલો SSP ઓફિસમાં જણાવ્યો હતો. આરોપ છે કે, મહિલા ત્રણ વખત લગ્ન કરી ચુકી છે. તેણે તેના ત્રીજા પતિને પણ આ જ રીતે લૂંટ્યો છે. જોકે મહિલાના ત્રીજા પતિએ હજુ સુધી પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp