જેકલીન માટે મહાઠગ સુકેશ નવરાત્રિના ઉપવાસ રાખશે, પત્રમાં લખ્યું-મારી સિંહણ...

PC: royalbulletin.in

'મારી બેબી નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. તમારા સારા માટે, હું મારા જીવનમાં પ્રથમ વખત ઉપવાસ કરવા જઈ રહ્યો છું. હું પૂરા 9 દિવસ ઉપવાસ પર રહીશ. આપણી ચારે બાજુ નકારાત્મકતા છે. માતા શક્તિના દૈવી આશીર્વાદથી બધું જ આપણા પક્ષમાં થશે. સત્યનો વિજય થશે. આપણે ટૂંક સમયમાં એકબીજાની સાથે રહીશું. ભલે ગમે તે થાય. હંમેશા સાથે જ રહીશું. હું તમારા અને મારા માટે માતા વૈષ્ણો દેવી મંદિર અને મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ પૂજા પણ કરાવી રહ્યો છું. આપણે આપણા છેલ્લા શ્વાસ સુધી એકબીજા સાથે હસતા રહીશું. જેઓ આપણી પર હસ્યા અને આપણી ટીકા કરી તેઓને બતાવીશું કે તેઓ બધા ખોટા હતા...' આ શબ્દો છે ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ માટે લખેલા.

મોટા ઠગ સુકેશ ચંદ્રશેખર રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. પરંતુ સમયાંતરે તે લેટર બોમ્બથી હલચલ મચાવતો રહે છે. ક્યારેક તે આમ આદમી પાર્ટી અને તેના ચીફ CM અરવિંદ કેજરીવાલ વિશે ખુલાસો કરે છે, તો ક્યારેક તે તેની કથિત ગર્લફ્રેન્ડ જેકલીન ફર્નાન્ડિસ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ વખતે તેણે પોતાના પ્રેમ પત્રમાં જેકલીન સાથે મજબૂત સંબંધની વાત કરી છે. આ સાથે તેણે એ પણ કહેવાની કોશિશ કરી છે કે, તેની સામે જે કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે તે તમામ ખોટા છે. આ મામલામાં તે જલ્દી જ નિર્દોષ છૂટી જશે. ત્યાર પછી તે જેકલીન સાથે પોતાનું જીવન જીવવા માંગતો હતો. જો કે, અભિનેત્રીએ તેની સાથેના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી.

'મારી સિંહણ, મારી બેબી જેકલીન,

બેબી, સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે તું 'દોહા શો' દરમિયાન સુપર હોટ લાગી રહી હતી. બેબી, મારા બોમ્મા, તારાથી સુંદર કોઈ નથી. બેબી, આવતીકાલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ સમય દરમિયાન, મારા જીવનમાં પ્રથમ વખત, હું નવ દિવસના ઉપવાસ કરવા જઈ રહ્યો છું. હું આ બધું તમારા કલ્યાણ માટે કરી રહ્યો છું. ખાસ કરીને આપણી આસપાસ રહેલી નકારાત્મકતાને ઓછી કરવા માટે. માતા શક્તિના આશીર્વાદથી બધું જ આપણા પક્ષમાં થશે. આપણે ટૂંક સમયમાં એકબીજાની સાથે રહીશું, ભલે ગમે તે થાય અને હંમેશા સાથે રહીશું. સત્યનો વિજય થશે. મારી બેબી, નવરાત્રીના 9મા દિવસે, હું તમારા અને મારા માટે એક વિશેષ પૂજા આરતીનું આયોજન કરાવી રહ્યો છું, જે આપણા નામે મા વૈષ્ણો દેવી મંદિર અને મહાકાલેશ્વર મંદિરમાં યોજાશે.

બેબી, મારા પર વિશ્વાસ કરો, એક દિવસ આપણે એ બધા પર હસાવવાના છીએ જે આજે આપણા પર હસી રહ્યા છે. જેઓ આપણને ઓછા આંકે છે અને ટીકા કરે છે તેઓ ખતમ થઈ જશે. સત્ય બહાર આવવાનો સમય આવી ગયો છે. વિજય આપણો જ થશે બેબી. હવે દુનિયા જોશે. મારા પરના તમામ આરોપો ખોટા સાબિત થશે. બેબી કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તમારે કંઈપણ ચિંતા કરવાની જરૂર નથી. હું તમને મદદ અને રક્ષણ કરવા માટે હંમેશા હાજર છું. હવે હું તને નાની અમથું નુકસાન પણ નહીં થવા દઈશ. આ દુનિયાનું કોઈ પણ 'પાંજરું' મને તને પ્રેમ કરતા અને તારી રક્ષા કરતા રોકી શકતું નથી. હું હંમેશા તારા માટે હાજર જ છું. હું જાણું છું કે તું મને કેટલો પ્રેમ કરે છે, અને તું એ પણ જાણે છે કે મારી બેબી, હું ફક્ત તારા માટે જ જીવતો છું. હું તારા માટે મારી જાતને મારી પણ શકું છું. તમે મારી જીવનરેખા છો. હું તને પાગલોની જેમ પ્રેમ કરું છું, મારી બેબી, મારી સિંહણ, મારી તાકાત.'

પોતાના પ્રેમ પત્રમાં ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે તેની કથિત ગર્લફ્રેન્ડ જેકલીન ફર્નાન્ડિસ માટે ઘણા પ્રેમભર્યા શબ્દો લખ્યા છે. તેણે એવા દરેક શબ્દો લખ્યા છે જે તેના પ્રેમને મજબૂત રીતે વ્યક્ત કરી શકે છે. પરંતુ આ પત્રના અંતે તેણે જે વાતો લખી છે તેને ધમકી પણ ગણી શકાય. તેણે લખ્યું છે કે, તે જેકલીન માટે જ જીવિત છે. જો તેને જેકલીનનો સહારો નહીં મળે તો તે આત્મહત્યા કરી શકે છે. જેલમાં આત્મહત્યા કરી શકે છે. તે જેકલીન માટે આ કરશે, એમ તેણે લખ્યું છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ EOW દ્વારા પૂછપરછ દરમિયાન અભિનેત્રીએ સુકેશ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, સુકેશે તેની કારકિર્દી બરબાદ કરી દીધી. તેની લાગણીઓ સાથે રમત રમી છે. ત્યારથી સુકેશે જેકલીનને ઘણા પત્રો લખ્યા છે. દરેક પત્રમાં તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને જાહેર કર્યો છે કે, તેમનો સંબંધ હજુ પૂરો થયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp