વાઘણને કૂતરો સમજીને માથે હાથ ફેરવવા લાગી મહિલા, જાણો પછી શું થયું?

PC: ranthambhorenationalpark.in

ઉત્તર પ્રદેશના પીલીભીતથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહી ઘર પર સૂતી મહિલાએ એક વાઘણને કૂતરો સમજીને તેના માથે હાથ ફેરવવા લાગી હતી, જ્યારે મહિલાને મોઢું મોટું લાગ્યું તો થોડી હેરાન થઈ અને તેણે લાઇટ સળગાવીને જોયું તો તેના હોશ ઊડી ગયા. ત્યારબાદ મહિલા પડતી પડતી ત્યાંથી ભાગી અને કોઈક પ્રકારે પોતાનો જીવ બચાવ્યો. આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ અને વન વિભાગને તેની જાણકારી આપી.

ઘટનાસ્થળ પર પહોંચેલી વન વિભાગની ટીમે જોયું કે મહિલાના ઘર પર વાઘણના પગના નિશાન બનેલા હતા. પીલીભીત ટાઈગર રિઝર્વના DFO નવીન ખંડેલવાલે જણાવ્યું કે, વાઘણને ટ્રેકૂલાઇઝ કરવાની મંજૂરી મળતા જ તેને પકડી લેવામાં આવશે. ગુરૂવારની સાંજે વાઘણ શહેરમાં સ્થિત જે.પી. હૉટલ અને નિર્મલ હૉટલની બાઉન્ડ્રી વોલ પર નજરે પડી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આગામી દિવસે શુક્રવારે વાઘણ શહેરથી થોડે દૂર દેવહા નદી પાસે નજરે પડી હતી. ત્યારબાદ વાઘણ રાત્રે સુનગઢી વિસ્તારના સડા ગામમાં પહોંચી ગઈ હતી. અહી મહારાણીના ઘરમાં બાંધેલી બકરીને તેણે મારી નાખી અને રૂમમાં જઈને બેસી ગઈ. ઘર પર સૂતી મહિલાએ જણાવ્યું કે, બકરી અને કૂતરાનો અવાજ સાંભળીને તેણે કૂતરો સમજીને તેના પર હાથ ફેરવ્યો. જેવો જ હાથ માથે ગયો તો ચોંકીને ઊભી થઈ ગઈ.

તેણે જોયું કે તે કૂતરો નહીં, પરંતુ વાઘણ હતી. પછી અમે ત્યાંથી ભાગી નીકળ્યા અને દિયરના ખાટલા પર પડી ગયા. ઘરમાં વાઘણના પગના નિશાન જોઈને દરેક ચોંકી ગયું. આ ઘટના પર પીલીભીત રિઝર્વના DFO નવીન ખંડેલવાલે જણાવ્યું કે, વાઘનની ઉપસ્થિતિ સડા ગામની આસપાસ છે. આ એ જ વાઘણ છે, જે થોડા દિવસ અગાઉ એક દીવાલ પર ચઢી ગઈ હતી. એ સમયે તેને કૉલર ID લગાવીને જંગલમાં છોડી દીધી હતી. તે ફરીથી જંગલથી બહાર નીકળી આવી. ટ્રેકૂલાઇઝર કરવાની મંજૂરી માગવામાં આવી છે, ત્યારબાદ તેને પકડી લેવામાં આવશે. હાલમાં આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp