જાણો તિરૂપતિ મંદિરે વાળની હરાજી કરી કેટલા કરોડની કમાણી કરી

PC: news18.com

તિરૂપતિ મંદિરે 143 ટન વાળની હરાજી કરીને 11.17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જાન્યુઆરી મહિનામાં આ વાળની હરાજી કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા વાળની ઇ-હરાજી કરવામાં આવી હતી. ભક્તો દ્વારા દાન કરવામાં આવેલા વાળના પાંચ ગ્રેડ પાડવામાં આવ્યા હતા, જેમાં સફેદ વાળનો પણ સમાવેશ થાય છે.

આ કેટેગરી વાળની લંબાઇના આધારે કરવામાં આવે છે. પહેલી કેટેગરીમાં 27 ઇંચ લાંબા વાળની હોય છે અને બીજી કેટેગરીમાં 19થી 26 ઇંચ સુધી લાંબા વાળની હોય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જે વાળને હરાજીમાં મૂકવામાં આવ્યા હતા તેમાં 2900 કિલો વાળ પ્રથમ કેટેગરીમાં આવતા હતા. બીજી કેટેગરીમાં આવતા 3100 કિલો વાળને પ્રતિ કિલોના 17,011નો ભાવ રાખવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં ભક્તો તિરૂપતિ મંદિર દર્શને આવે છે અને અહીં મુંડન કરાવીને તેમના વાળનું દાન કરે છે. આ પ્રાચીન મંદિર પર મૂંડન કરાવવું એ જૂની પરંપરા છે. દર વર્ષે હજ્જારો કિલો વાળ આવી રીતે એકત્ર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp