TMC સાંસદ મિમી ચક્રવર્તીએ CM મમતા બેનર્જીને રાજીનામું સોંપ્યું, આ કારણ આપ્યું

PC: newsaddaa.in

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પોતાનું રાજીનામું પાર્ટીના વડા CM મમતા બેનર્જીને સોંપ્યું છે. અભિનેત્રીનું કહેવું છે કે, તે પોતાની સીટ જાદવપુર બેઠક પરના TMCના સ્થાનિક નેતૃત્વથી નારાજ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મિમી ચક્રવર્તી જાદવપુર બેઠક પરથી જીત્યા હતા.

મીમી ચક્રવર્તીએ કહ્યું કે, તે પોતાની સીટ જાદવપુર બેઠક પર સ્થાનિક TMC નેતૃત્વથી નાખુશ છે. હકીકતમાં, તેમણે તેમનું રાજીનામું લોકસભાના અધ્યક્ષને સુપરત કર્યું નથી, તેથી ટેકનીકલી રીતે તેમણે માત્ર તેમના નિર્ણયની જાહેરાત કરી છે. આને ઔપચારિક રાજીનામું ગણવામાં આવશે નહીં.

મીમી ચક્રવર્તીએ કહ્યું છે કે, CM મમતા બેનર્જીએ તેમને આશ્વાસન આપ્યું છે કે, તેઓ આ મુદ્દાઓનું ધ્યાન રાખશે. તેમણે કહ્યું, 'મેં જાદવપુર માટે સપનું જોયું હતું, પરંતુ તેમાં મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કોઈ વ્યક્તિ ફિલ્મી પૃષ્ઠભૂમિમાંથી આવે છે, ત્યારે તે કામ કરતો નથી તેવું કહીને તેને બદનામ કરવું ખૂબ જ સરળ છે.'

મિમી ચક્રવર્તી બંગાળી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. મિમીનો જન્મ 11 ફેબ્રુઆરી 1989ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. મિમી ચક્રવર્તીએ 2012માં ફિલ્મ ચેમ્પિયનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે બંગાળી ફિલ્મઉદ્યોગમાં 25થી વધુ સફળ ફિલ્મોમાં કામ કર્યું. મીમીની લોકપ્રિયતા જોઈને TMCએ તેમને 2019માં પોતાની ઉમેદવાર બનાવી હતી.

મિમી ચક્રવર્તી સામે ચૂંટણી લડવા માટે BJPએ અનુપમ હઝરાને ટિકિટ આપી હતી, જ્યારે વિકાસ રંજન ભટ્ટાચાર્ય CPM તરફથી ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ મિમી ચક્રવર્તીએ પોતાની લોકપ્રિયતા, CM મમતા બેનર્જીનો ચહેરો અને સોનાર બાંગ્લાના સપનાના આધારે બંગાળમાં મોદી લહેરને સફળતાપૂર્વક અટકાવી દીધી હતી. તેમણે BJP નેતા અનુપમ હજરાને લગભગ 2 લાખ 95 હજાર મતોના જંગી અંતરથી હરાવ્યા. જ્યારે CMP ત્રીજા સ્થાને હતી.

પશ્ચિમ બંગાળ સરકારના રાજ્ય મંત્રી શ્રીકાંત મહતોએ દાવો કર્યો હતો કે, TMC સાંસદ મિર્મી ચક્રવર્તી અને અન્ય મોટા નેતાઓએ પૈસા લૂંટ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મિમી ચક્રવર્તી, જૂન માલિયા, સયાની ઘોષ, સયંતિકા બેનર્જી, નુસરત જહાં જેવા નેતાઓ પૈસા લૂંટી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, જો આ નેતાઓ પૈસા લૂંટીને પાર્ટીની માટે સંપત્તિ બની જાય છે, તો અમે મંત્રી રહેવા માંગતા નથી. લોકો કહી રહ્યા છે કે, આ કેબિનેટના તમામ મંત્રીઓ ચોર છે. પાર્ટી, એ ચોરોની વાત જ સાંભળશે. અમારે નવા રસ્તા શોધવા પડશે. આની સામે આપણે આંદોલન ઊભું કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp