આ 3 ટીવી ચેનલો પર નહીં દેખાય TMCના પ્રવક્તા, કંઈ વાત પર ગુસ્સે થયા દીદી

PC: moneycontrol.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ટીવી ચેનલો વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. પાર્ટી 3 ચેનલો પર બંગાળ વિરોધી એજન્ડા ચલાવવાનો આરોપ લગાવી રહી છે. સાથે જ TMCએ સ્પષ્ટ કરી દીધું છે કે આ ચેનલો પર પાર્ટીના પ્રવક્તાઓને નહીં મોકલવામાં આવે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)એ TMC પર ફ્રી સ્પીચ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. TMCએ ABP આનંદ, રિપબ્લિક અને TV9માં પ્રવક્તાઓને ન મોકલવાનો નિર્ણય લીધો છે.

પાર્ટીએ લખ્યું કે, સતત બંગાળ વિરોધી એજન્ડા ચલાવવાના પ્રોપગેન્ડાના કારણે AITCએ પોતાના પ્રવક્તાઓને ABP આનંદ, રિપબ્લિક અને TV9 જેવી ચેનલો પર ન મોકલવાનો નિર્ણય લીધો છે. અમે સમજીએ છીએ કે તેમના પ્રમોટર અને કંપનીઓ વિરુદ્વ ચાલી રહેલી તપાસો અને કેસોને જોતા દિલ્હીમાં બેઠા લોકોને ખુશ કરવાની તેમની મજબૂરી છે. અમે પશ્ચિમ બંગાળના લોકોને એવો પણ અનુરોધ કરીએ છીએ કે, તેઓ આ પ્લેટફોર્મ્સ પર પાર્ટી સમર્થકો અને હમદર્દો તરીકે પહોંચેલા લોકોથી ન ભરમાય કેમ કે, તેમને પાર્ટીએ અધિકૃત કર્યા નથી અને ન તો અમારા સત્તાવાર મત રજૂ કરે છે.

TMCએ વધુમાં જણાવ્યું કે, બંગાળના લોકોએ હંમેશાં એ બંગ્લા વિરોધી સાંઠગાંઠને નકારી છે અને હંમેશાં પ્રોપગેન્ડા ઉપર સત્યને પસંદ કર્યું છે. બીજી તરફ ભાજપે કહ્યું કે, TMC હંમેશાં તાનાશાહ રહી છે અને ફ્રી સ્પીચની વિરોધી રહી છે. પશ્ચિમ બંગાળમાં 3 લોકપ્રિય ચેનલ TV9, રિપબ્લિક અને ABP આનંદને બૉયકોટ કરવાનો નિર્ણય અમને સાચા સાબિત કરે છે, પરંતુ આ નિર્ણય કોઈ સિદ્ધાંતનું પરિણામ નથી કેમ કે મમતા બેનર્જી અને તેમની પાર્ટીમાં એ છે જ નહીં.

એ સત્યનો સામનો કરવામાં નિષ્ફળતા અને વધતી નિરાશાનું પરિણામ છે. ભાજપની બંગાળ યુનિટે કહ્યું કે, અમે જોયું કે કેવી રીતે TMCના વરિષ્ઠ નેતા અને સાંસદ ડૉ. કાકોલી દસ્તીદારે મહિલા ડૉક્ટરો માટે કેવી રીતે અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેમનો પુત્ર ડૉક્ટરોને ગાળો આપી રહ્યો છે. ભાજપે કહ્યું કે, TMC સચ્ચાઈથી ડરે છે, પરંતુ સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. બંગાળ વિરોધી TMC બંગાળીઓને પરેશાન કરી રહ્યા છે અને પશ્ચિમ બંગાળનું અપમાન કરી રહી છે.

પાર્ટીએ આરોપ લગાવ્યો કે આજે જ રેપ અને ઉત્પીડનના 5-6 કેસ સામે આવ્યા. 48 કલાક અગાઉ 7 કેસ આ હતા. તેમાંથી ઘણાના તાર સીધી રીતે TMCના સભ્યો સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે, કોલકાતામાં આરજી કર હૉસ્પિટલ અને કૉલેજમાં થયેલા બળાત્કાર કાંડને લઈને પ્રદર્શન ચાલી રહ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે રાજીનામાની પણ માગ કરવામાં આવી રહી છે. 9 ઑગસ્ટે કૉલેજના સેમીનાર હૉલમાં એક મહિલા ડૉક્ટરનું શબ મળ્યું હતું, જેના રેપ બાદ હત્યા કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp