સંવિધાનને લઈને રાહુલને આ રીતે જવાબ આપશે મોદી સરકાર, બનાવ્યો આ ખાસ પ્લાન
સંવિધાનને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિરોધ અને તેમના આરોપોનો જવાબ આપવા માટે સરકારે એક ખાસ યોજના બનાવી છે. લોકસભાની ચૂંટણી અગાઉ જ વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ સંવિધાન બદલવા અને દેશમાં તબાહી લાવવાનો આરોપ લગાવતું રહ્યું છે. ચૂંટણી દરમિયાન પણ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ અને રાહુલ ગાંધી ભાજપ વિરુદ્ધ સતત હુમલા કરતા રહ્યા છે. આ દરમિયાન ગુનાહિત કાયદાની જગ્યાએ નવા કાયદા પણ લાગૂ કરવામાં આવ્યા છે. વિપક્ષ તેના પર પણ સવાલ ઉઠાવી રહ્યું છે.
વિપક્ષના આ હુમલાવર વલણ પર સખત જવાબ આપવા માટે કેન્દ્રની NDA સરકારે આ તૈયારી કરી લીધી છે. એ હેઠળ કેન્દ્ર સરકાર નાગરિકોને જાણકારી આપવા માટે ઠેર ઠેર જાગૃતિ કાર્યક્રમ ચલાવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સરકારે એક પોર્ટલ તૈયાર કર્યું છે. તેનું નામ ‘આપણું સંવિધાન, આપણું સન્માન’ રાખ્યું છે. તેને મંગળવારે 16 જુલાઇ 2024ના રોજ લોન્ચ કરવામાં આવશે. આ પોર્ટલના માધ્યમથી નાગરિકોને સંવિધાનની બધી વાતો સમજાવવામાં આવશે.
સરકાર નાગરિકોને પોર્ટલ પર સક્રિય રૂપે ભાગ લેવા માટે કાયદા સાથે જોડાયેલા અને કાયદાના જાણકારોને પ્રોત્સાહિત કરી રહી છે. વિધિ મંત્રાલય વિભિન્ન બાર અને વિધિ યુનિવર્સિટીના વકીલોની એક નિઃશુલ્ક પેનલ પણ બનાવશે. તેના માટે જલદી જ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. મંત્રાલય એવા વકીલોને તેમના યોગદાન માટે સન્માનિત પણ કરશે. પોર્ટલ લોન્ચ કાર્યક્રમમાં વિધિ અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ અને અલ્લાહબાદ હાઇકોટના મુખ્ય ન્યાયાધીશ અરુણ ભણસાલી પણ ઉપસ્થિત રહેશે.
એ સિવાય અલ્લાહબાદ બારના એડવોકેટ, સરકારી વકીલ, ન્યાય અધિકારી, સામાન્ય સેવા કેન્દ્રના ગ્રામ સ્તરીય ઉદ્યમી, રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રીય વિધિ સંસ્થા પ્રયાગરાજના કુલપતિ, સંકાય અને વિધિના વિદ્યાર્થી, કેન્દ્ર અને રાજ્ય પ્રશાસનના વરિષ્ઠ અધિકારી અને નાગરિક સહિત 800 પ્રતિભાગી સામેલ હશે. આ કાર્યક્રમ ભારત ગણરાજ્યની 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ આ વર્ષે 24 જાન્યુઆરીના રોજ નવી દિલ્હી આંબેડકર ઇન્ટરનેશનલ કેન્દ્રમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ‘આપણું સંવિધાન, આપણું સન્માન’ અભિયાનની શરૂઆત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp