EDને કેજરીવાલના ફોનને અનલોક કરવો છે,Apple પાસે મદદ માગી પણ કંપનીએ આવો જવાબ આપ્યો
કેજરીવાલ તો ભારે નિકળ્યા, જપ્ત કરેલા ફોનના ED કેજરીવાલ પાસે પાસવર્ડ માંગી માંગીને થાકી ગયું, પરંતુ કેજરીવાલ પાસવર્ડ આપતા જ નથી. આખરે હારી થાકીને EDએ કંપનીને પત્ર લખ્યો છે કે, કેજરીવાલના ફોનને અનલોક કરવામાં અમારી મદદ કરો. ફોન કંપનીએ EDને જવાબ પણ આપ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ શરાબ કૌભાંડ કેસમાં EDના રિમાન્ડમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અરવિંદ કેજરીવાલની પૂછપરછ ચાલુ છે. આ બધાની વચ્ચે, જાણવા મળ્યું છે કે ઇઅરવિંદ કેજરીવાલના ઘરેથી જપ્ત કરાયેલા ફોન અને ડિજિટલ ડિવાઇઝને ED એક્સેસ કરી શકતી નથી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ED વારંવાર અરવિંદ કેજરીવાલ પાસે ફોનનો પાસવર્ડ માંગી રહી છે, પરંતુ દરેક વખતે અરવિંદ કેજરીવાલ પાસવર્ડ બતાવવાનો ઇન્કાર કરી રહ્યા છે. સૂત્રોના કહેવા મુજબ EDએ અરવિંદ કેજરીવાલના ઘરેથી જપ્ત કરેલા 4 Iphoneને અનલોક કરવા માટે Apple કંપનીને પત્ર લખ્યો છે.
બીજી તરફ Apple કંપનીએ EDને જવાબ આપ્યો છે કે તેઓ એ ફોન પાસવર્ડની જાણકારી મેળવ્યા વગર ખોલી શકે તેમ નથી અને આવા સંજોગોમાં આ ફોનના ડેટા મેળવવા એકદમ મુશ્કેલ હશે. EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી ત્યારે 4 ફોન કબ્જે કરેલા છે.
EDએ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલનો ફોન પણ જપ્ત કરેલો છે. EDએ કોર્ટને કહ્યું હતું કે, કેજરીવાલની પત્નીના ફોનનો એક્સેસ મળી ગયો છે અને તેમાંથી ડેટા મેળવી લેવામાં આવ્યા છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના ફોનના પાસવર્ડ જણાવતા નથી.
તો બીજી તરફ અરવિંક કેજરાવાલે દાવો કર્યો છે કે ED મારા ફોનનો એક્સેસ મેળવીને મારી ચૂંટણી રણનીતિઓ અને ગઠબંધન સાથે સંબંધિત ડેટા હાંસલ કરવા માંગે છે. આ જ વાત AAP નેતા દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પણ મીડિયા સમક્ષ કહી હતી.
અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા પછી ED એ ગયા શુક્રવારે કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તે વખતે કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધીના જામીન મંજૂર કર્યા હતા. 28મી માર્ચે EDએ કેજરીવાલને ફરી કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે 1લી એપ્રિલ સુધીના જામીન આપ્યા છે. 1લી એપ્રિલ,સોમવારે કેજરીવાલને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp