ટામેટાના ભાવ 250થી 10 રૂપિયા પર આવી ગયા, હવે ખેડૂતો રસ્તા પર ફેંકી રહ્યા છે

PC: money.bhaskar.com

જૂન મહિનામાં આસમાન પર પહોંચેલા ટામેટાના ભાવ હવે ઉંધા માથે પટકાઇને ફરી ઓરિજનલ ભાવ પર આવી ગયા છે. કેટલાંક શહેરોમાં ટામેટા હવે 10 થી 15 રૂપિયે કિલો વેચાવવાના શરૂ થઇ ગયા છે. પરંતુ નવાઇની વાત એ છે કે ટામેટાના ભાવો હવે તળિયે આવી ગયા તો ખેડુતો તેમનો પાક રસ્તા પર ફેંકી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમને લાગત પણ છુટતી નથી. ટામેટાની આ તસ્વીર આંધ્રપ્રદેશના કુરનુલની છે, જ્યાં ખેડુતો ટામેટાના રસ્તા પર વેરી રહ્યા છે.

જૂન મહિનામાં ટામેટાના ભાવો રોકેટ ગતિએ ઉછળી ગયા હતા અને લગભગ 200થી 250 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા હતા. ટામેટા એવું શાકભાજી છે જ દરેકના ઘરોમાં ઉપયોગમાં આવે છે. ટામનેટા આસમાની ભાવોને કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. કેન્દ્ર સરકારે સસ્તા ટામેટાં વેચ્યા હતા અને 70 રૂપિયે કિલો ટામેટા લેવા માટે પણ પડાપડી થતી હતી. પરંતુ ધીમે ધીમે ટામેટાના ઉંચોE ભાવનો ફુગ્ગો ફુટી ગયો અને ભાવ હવે તળિયે આવી ગયા છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે ટામેટાના અત્યારે દિલ્હીમાં ભાવ 20થી 30 ચાલે છે, ચંદીગઢમાં 30થી 40, રાયપુરમાં 10-15,જયપુરમાં 20-30, ભોપાલમાં 15-20, બેંગલુરુમાં 20-30 રૂપિયા કિલો દીઠ ભાવ ચાલે છે.

હવે ખેડુતોનું કહેવું છે કે જ્યારે રિટેલ માર્કેટમાં જ 15-20 રૂપિયાનો ભાવ આવી ગયો છે ત્યારે તેમને હોલસેલ માર્કેટમાં માત્ર 4થી 5 રૂપિયા જ મળી રહ્યા છે, જેમાં તેમની મજૂરી, ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ કાઢવો ભારે પડે છે એટલે તેઓ ટામેટાને રસ્તા પર ફેંકી રહ્યા છે.

ખેડુતોની માંગ છે કે સરકાર ટામેટાની નિકાસ વધારે. ભારત જો બાંગ્લાદેશ, નેપાળ, યુએઇ, કતર, સાઉદી અરબ અને ઓમાન જેવા દેશોમાં ટામેટાની નિકાસ શરૂ કરે તો ખેડુતોને સારા ભાવ મળવાની અપેક્ષા છે.

હવે એ જોઇએ કે ટામેટાના ભાવો નીચા કેમ આવ્યા. તો એક કારણ એવું છે કે અત્યારે દેશમાં પૂરની સ્થિતિ નથી, મતલબ કે શાકભાજીઓને નુકશાન થતું નથી. બીજું કારણ એ છે કે ટામેટાનો નવો પાક આવ્યો છે અને તે સારો ઉતર્યો છે મતલબ કે ટામેટાની આવક વધી છે. ત્રીજું કારણ એ છે સરકારે ટામેટાના ભાવો નીચા લાવવા માટે નેપાળથી ટામેટા આયાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ બધા કારણોને લીધે ટામેટાના ભાવ નીચા આવી ગયા છે.

જો કે કેટલાંક લોકોનું કહેવું છે કે જ્યારે ટામેટાના ભાવો ઉંચાઇને આંબ્યા હતા ત્યારે ઘણા ખેડુતો લખોપતિ કે કરોડપતિ બની ગયા હતા તો હવે નીચા ભાવે વેચવામાં શું વાંધો છે. રસ્તા પર ફેંકી દેવાને બદલે લોકો પાસે જાય તો શું વાંધો છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp