'કાલે ઉઠીને PM મોદી કહેશે કે નમાઝ-જકાતની પણ પરંપરા નથી...', વકફ પર મદનીનો પલટવાર

PC: x.com

બિહારની રાજધાની પટનામાં જમિયત ઉલેમા-એ-હિંદનું સંમેલન યોજાયું. આ દરમિયાન મૌલાના અરશદ મદનીએ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા અને દેશની આઝાદીમાં મુસ્લિમોના યોગદાન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, 'જમિયત ઉલેમા-એ-હિંદ પ્રેમ અને મોહમ્મદ માટે બલિદાન આપતી રહી છે. અમે દેશમાં શાંતિ અને સુલેહ માટે કામ કરી રહ્યા છીએ. આપણા વડીલોએ દેશને આઝાદ કરાવવા માટે બલિદાન આપ્યા છે. અમે તેને દેશની પરંપરા બનાવી છે.'

મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, જો કોઈ એવું વિચારે છે કે દેશની પરંપરા માત્ર હિન્દુઓએ જ બનાવી છે તો તે દુનિયા વિશે કશું જાણતો નથી. દેશની સાથે અમારું જોડાણ પણ 145 વર્ષ જૂનું છે. આને નકારી શકે એવો કોઈ માનો દીકરો નથી.

ભારતની આઝાદીનો ઉલ્લેખ કરતાં મૌલાના મદનીએ જણાવ્યું હતું કે, 'જ્યારે કોંગ્રેસનો જન્મ પણ થયો ન હતો તે પહેલાંથી જ અમે આઝાદી માટે લડાઈ લડ્યા હતા. કોંગ્રેસનો ઉદ્દેશ્ય દેશની આઝાદીનો ન હતો. કોંગ્રેસની રચના એટલા માટે કરવામાં આવી હતી કે, બ્રિટિશ સરકાર અને દેશના લોકો વચ્ચે સંકલન બનાવી શકાય.'

PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા મૌલાના મદનીએ કહ્યું, 'PM મોદીજીએ કહ્યું છે કે, વકફ કોઈ વસ્તુ નથી, મને ખૂબ જ આશ્ચર્ય થયું. કાલે ઉઠીને તેઓ કહેશે કે, નમાઝ કોઈ પરંપરા નથી. વકફમાં સુધારાના મુદ્દે અમને વાંધો છે.'

તેમણે આગળ કહ્યું કે, અલ્લાહે જે કહ્યું તે સાચું છે, પયગમ્બરે જે કહ્યું છે તે પરંપરા છે, મને આશ્ચર્ય થાય છે કે, PM મોદીજી તેને કેવી રીતે ખોટું કહી રહ્યા છે, કાલે ઉઠીને તેઓ કહેશે કે પરંપરામાં જકાત અને નમાઝ નથી, તો તેને પણ બંધ કરી દેશો?

મૌલાના મદનીએ વધુમાં કહ્યું કે, 'આ આપણો દેશ છે, જેને જે ધર્મ પસંદ આવ્યો તે ધર્મનો થઇ ગયો. જેમ કે પાંચ પુત્રો હોઈ શકે, પણ માતા-પિતા એક જ હોય છે. PM મોદીજીએ આવી અણછાજતી વાતો ન કરવી જોઈએ, દેશના PM આવી વાત કરશે તો, દેશમાં મુસ્લિમો વિરુદ્ધ નફરત પેદા થાય છે, દેશના ગૃહમંત્રીએ પણ આવી વાત ન કરવી જોઈએ.'

CM હિમંતા બિસ્વા સરમા પર નિશાન સાધતા મૌલાના અરશદ મદનીએ કહ્યું, 'આસામના CM મુસ્લિમ નહીં પરંતુ ઘૂસણખોર બોલે છે. તે ઝારખંડમાં રાત-દિવસ ત્યાં જ રહ્યા, પણ ત્યાંના લોકોએ તેમણે હારનું મોઢું બતાવ્યું. ઝારખંડના હિંદુઓ અને મુસ્લિમો બંને, નફરતની રાજનીતિ સામે વિરોધ કરી રહ્યા છે.'

બુલડોઝર જસ્ટિસ પર બોલતા મૌલાના મદનીએ કહ્યું કે, 'જો એક વ્યક્તિએ ખોટું કામ કર્યું છે, તો તેની સજા આખા પરિવારને મળી રહી હતી. અલ્લાહે અમારી વાત માની લીધી છે, હવે કોઈ ઘર પર બુલડોઝર ચલાવીને તો બતાવે. સુપ્રીમ કોર્ટમાં જે ન્યાયાધીશો નિર્ણયો આપતા હતા, તેઓ મુસ્લિમ નહીં પરંતુ હિન્દુ હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કેટલાક લોકોના મિજાજમાં ખલેલ પડી છે. અમે વારંવાર સુપ્રીમ કોર્ટમાં ગયા અને ત્યાં અમને ન્યાય મળ્યો.'

તેમણે વધુમાં કહ્યું, 'આપણા દેશમાં એવા ઘણા લોકો છે જે હિન્દુ-મુસ્લિમ ધર્મથી પણ આગળ રહીને વિચારે છે. અમે વકફ બિલને ધાર્મિક મામલો માનીએ છીએ, તે અમારો ધાર્મિક અધિકાર છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp