અયોધ્યાએ ઉત્તર પ્રદેશમાં પૂરું કર્યું ગોલ્ડન ટ્રાયએંગલ, આખરે શું છે એ?

PC: twitter.com

અંતે ભક્તોનો ઇંતજાર પૂરો થયો. આજે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. અહી રામ મંદિર બનવા સાથે જ ટૂરિઝ્મની બાબતે ગોલ્ડન ટ્રાયએંગલ પૂરું થઈ ગયું છે. એ શું છે? હવે આ બાબતે વાત કરી લઈએ. અહી ટ્રાયએંગલની વાત, અયોધ્યા પ્રયાગરાજ અને વારાણસી માટે થઈ રહી છે. અહી જો મેપ પર જોવા જઈએ તો એક ટ્રાયએંગલ જેવી આકૃતિ નજરે પડશે. અહી ટૂરિઝ્મ ખૂબ તેજીથી વધી રહ્યું છે. જો આ 3 વર્ષોને મળાવી દઈએ તો લગભગ 40 કરોડ વિઝિટર્સ અને ટૂરિસ્ટ અહી આવ્યા.

અહી વિઝિટર્સનો અર્થ સવારે જઈને સાંજે આવનારા લોકો સાથે છે અને ટૂરિસ્ટનો અર્થ એ લોકો સાથે છે જે ઓછામાં ઓછી એક રાત અહીં વિતાવે. હવે ઉત્તર પ્રદેશ એક મોટું ટૂરિઝ્મ હબ તરીકે ઊભરી રહ્યું છે. ખાસ કરીને અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનવાના કારણે. કહેવામાં આવી રહ્યું છે કે, અયોધ્યામાં નિર્માણ કાર્ય પૂરી રીતે વર્ષ 2025 સુધી પૂરું થઈ જશે. અયોધ્યા સિવાય અન્ય તીર્થ સ્થળ પણ ઉત્તર પ્રદેશમાં સતત વિકસિત થઈ રહ્યા છે. અહી સુધી પહોંચવા માટે પણ સરકાર તમામ સુવિધઓ ઉપલબ્ધ કરાવી રહી છે. લોકો આ સ્થળો સુધી આરમથી પહોંચી શકે તેના માટે સરકાર, રોડ, હાઇવે અને એરપોર્ટ નિર્માણ કરાવી રહી છે.

લોકો માટે ખાસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. વારાણસીમાં ઘાટોનો ખૂબ વિકાસ કરવામાં આવી રહ્યો છે. અહી આવનારા લોકોની સંખ્યા તેજીથી વધી રહી છે. વર્ષ 2017માં અયોધ્યા જનારા લોકોની સંખ્યા ખૂબ ઓછી હતી. અહી લગભગ 3 લાખ લોકો જ ગયા હતા. અહી વર્ષ 2021માં એ સંખ્યા થોડી વધી એટલે મંદિર બનવાનું શરૂ થયા બાદ. હવે એ સંખ્યા પોતાના ઉચ્ચ સ્તર પર છે. તો વારાણસીમાં પણ વર્ષ 2017ની તુલનામાં વર્ષ 2023માં આવનારા લોકોની સંખ્યા તેજીથી વધી છે.

વર્ષ 2019માં 3.5 લાખથી, વર્ષ 2023 આવતા અયોધ્યાએ 2 કરોડનો આંકડો પાર કરી લીધો, જ્યારે વારાણસીમાં આ અવધિમાં સંખ્યા 67 લાખથી 8.5 કરોડ થઈ ગઈ. સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ સિવાય સસ્તા તૂટ પેકેજના કારણે લોકો આ સ્થળોએ ફરવા સાથે જ તેમની આસપાસના સ્થળોને પણ ફરી લે છે. જેથી એ બીજા સ્થળો પર આવતા પર્યટકોની સંખ્યા પણ વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp