ગૂગલ મેપ્સે બતાવ્યું એવું શોર્ટકટ કે પર્વત પરથી નીચે પડ્યા 2 પર્યટક, કલાકો બાદ..

PC: tech.hindustantimes.com

ટેક્નોલોજી ભાગે ગમે તેટલી એડવાન્સ થઈ જાય, જેટલા નવા ફીચર્સ આવી જાય, કોઈક ને કોઈક અવસર પર તે એવી રીતે છેતરે છે જે તમારા વિચારથી વિરુદ્ધ હોય. એવી જ એક ટેક્નોલોજી છે ગૂગલ મેપ્સ. તે ફાયદાકારક તો છે જ, પરંતુ એક ને એક વખત તો તેને ફોલો કરીને છેતરાઈ જવાયું હશે. હાલની ઘટનાના જોશીમઠની છે. દિલ્હીથી જોશીમઠ ફરવા ગયેલા બે પર્યટકોને ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવાનું ભારે પડી ગયું. બંને પર્યટક વિષ્ણુપ્રયાગ જવાની તૈયારી કરી રહ્યા હતા.

ગૂગલ મેપ્સે તેમને એક શોર્ટકટ રસ્તો પણ બતાવી દીધો, જ્યાંથી પગપાળા જઇ શકાય છે. હવે મેપ્સે જે રસ્તો દેખાડ્યો, એ દિશામાં આ પર્યટકો ચાલતા રહ્યા, પરંતુ ત્યાં જઈને ખબર પડી કે પુલ તો તૂટેલો છે અને બીજી તરફ જવાનો કોઈ રસ્તો નથી. જ્યારે જવાનો પ્રયાસ કર્યો, બંને જ પર્યટક પર્વત પરથી પડી ગયા અને પછી કલાકો બાદ તેમનું રેસ્ક્યૂ થયું. કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હીથી દીપિકા અને અમિત ઉત્તરાખંડ ફરવા નીકળ્યા હતા. તેઓ ત્યાં પહોંચી પણ ગયા હતા અને ઘણી જગ્યાએ ફર્યા પણ ખરા.

બુધવારે બંનેએ પ્લાન બનાવ્યો કે જોશીમઠથી વિષ્ણુપ્રયાગ જવું જોઈએ. એ સમયે ગૂગલ મેપ્સે જણાવ્યું કે જો પગપાળા જ જવામાં આવે તો ઓછા સમયમાં વિષ્ણુપ્રયાગવાળા પુલ સુધી પહોંચી જશો. ગૂગલ મેપે કોઈ શોર્ટકટ રસ્તો દેખાડી દીધો અને બંને જ પર્યટક એ દિશામાં આગળ વધી ગયા. તેમને એ વાતનો અંદાજો નહોતો કે વિષ્ણુપ્રયાગવાળો પુલ 2 વર્ષ અગાઉ ખરાબ વાતાવરણમાં તૂટી ગયો હતો. એવામાં જ્યારે બંને દીપિકા અને અમિત વિષ્ણુપ્રયાગ પાસે પહોંચ્યા, ત્યાં સંતુલન બગડ્યું અને પછી તેઓ નદી કિનારે ફસાઈ ગયા.

ત્યારબાદ લગભગ બપોરે 3:30 વાગ્યે સ્થાનિક લોકોને આ ઘટના બાબતે જાણકારી મળી અને તેમણે તરત જ NDRF અને પોલીસને આપી દીધી. એ જાણકારીના આધાર પર રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને લગભગ 3 કલાક બાદ બંને જ પર્યટકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા. અહી એ સમજવું જરૂરી છે કે આવા વાતાવરણમાં નદીમાં ઉતરીને કોઈનું રેસ્ક્યૂ કરવાનું કામ મુશ્કેલ છે. પાણી બરફથી પણ વધારે ઠંડુ રહે છે એવામાં તમામ પ્રકારના પડકાર ઊભા થાય છે, પરંતુ ટીમે સમય રહેતા આ બંને પર્યટકોને બચાવી લીધા અને પછી સ્થાનિક લોકોએ પણ તેમની મદદ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp