વ્યક્તિએ ખરીદ્યો 23 લાખમાં કાળો ઘોડો, ઘરે આવીને તેને નવડાવ્યો તો થયું જોવા જેવું

PC: horseyhooves.com

આજના સમયમાં જો તમે માર્કેટમાં કંઈક ખરીદવા જઈ રહ્યા હોવ તો, સાવધાની રાખવી ઘણી જરૂરી છે. જો તમે સાવધાન નહીં રહો તો તમારી સાથે દગો થઈ શકે છે. પંજાબમાં રહેનારા એક વ્યક્તિ સાથે આવી જ દગાબાજી થયેલી જોવા મળી છે. જેના કારણે હવે તે પોતાનું માથું પકડીને રડી રહ્યો છે. આ વ્યક્તિએ શારે 23 લાખમાં એક વેપારી પાસેથી કાળા રંગનો ઘોડો ખરીદ્યો હતો. પરંતુ જેવો જ તે ઘોડાને ઘરે લઈને આવ્યો અને તેને નવડાવ્યો તો તે ઘોડાનો રંગ લાલ કલરનો થઈ ગયો હતો. મતલબ વેપારીએ તે ઘોડાને કાળા રંગથી રંગી નાખીને પેલા વ્યક્તિને મોંઘા ભાવે વેચી દીધો હતો.

ઘોડાનો એકદમ કાળો રંગ હોવો ઘણો રેર હોય છે. ઘોડા ક્યાં તો કાળા અથવા અન્ય રંગમાં મિક્સ કલરના હોય છે. જે માત્ર કાળા રંગના હોય છે, તેની કિંમત ઘણી વધારે હોય છે. બાકી કલરના ઘોડાઓ સસ્તામાં મળી જાય છે. કાળા ઘોડાને ખરીદવાનો શોખ ધરાવતા પંજાબના રહેનારા રમેશ કુમારને મોંઘો પડ્યો છે. રમેશે 23 લાખ રૂપિયામાં આ કાળા રંગનો ઘોડો ખરીદ્યો હતો અને તેને ઘરે લઈ આવ્યો હતો. પરંતુ તેને ખરબ ન હતી કે તેની સાથે દગો થયો છે. પંજાબના સુનામ શહેરના સંગરુરમાં રહેનારા રમેશ કુમારે એક વેપારી પાસેથી આ ઘોડો ખરીદ્યો હતો.

આ સોદામાં ત્રણ લોકો સામેલ હતા. ત્રણેએ મળીને આ કાળા રંગના ઘોડાને રમેશ કુમારને વેચ્યો હતો. પરંતુ રમેશ કુમારને ઘરે ગયા પછી તેની સાથે દગો થયો હોવાનું જાણમાં આવ્યું હતું. ઘોડાને ઘરે લાવ્યા પછી તેને નવડાવતા જ પાણીનો રંગ કાળો થઈને વહેવા લાગ્યો હતો. વેપારીઓએ લાલ કલરના ઘોડાને કાળો રંગ કરી વેચ્યો હતો.

આ ડીલમાં રમેશે વેપારીઓને 7.60 હજાર રૂપિયા કેશ આપ્યા હતા અને બાકીની રકમના ચેક આપ્યા હતા. મતલબ કુલ મળીને વેપારીઓને 23 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પોતાની સાથે દગો થયો હોવાનું જાણમાં આવતા જ રમેશ કુમારો ત્રણેય વેપારીઓ સામે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસ હવે આ ચારસોવીસીના કેસની તપાસમાં લાગી ગઈ છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp