ટેલિવિઝનની ચેનલો પસંદ કરવાની તારીખ લંબાવાઈ, જાણો છેલ્લી તારીખ

PC: twitter.com/Gadgets360/

TRAIએ ચેનલો પસંદ કરવાની તારીખ 31 માર્ચ 2019 સુધી લંબાવી દીધી છે. જેથી ટેલિવિઝનના ગ્રાહકોને આંશિક રાહત મળી છે. TRAIની DTH અને મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ સાથે મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ દેશમાં કેબલ ઓપરેટરો અને ચેનલ ઓપરેટ કરતા સર્વિસ પ્રોવાઈડર્સ માટે નવો નિયમ લાગુ કર્યો છે. નવા નિયમનો અમલ શરૂ થયા બાદ દેશના અંદાજે 53 ટકા લોકોએ કેબલ અને DTH પર પોતાની પસંદની ચેનલો સિલેક્ટ કરી લીધી છે. જેમાં 9 કરોડ લોકોએ આ અમલનો સ્વિકાર કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

કેબલ ટીવી અને DTHના નવા નિયમ અનુસાર ગ્રાહકો પાસે પોતાની પસંદની ચેનલ સિલેક્ટ કરવાનો હક્ક ધરાવે છે. ગ્રાહકો ઓફિશિયલ વેબસાઇટ તથા એપ પર જઇ પોતાની પસંદની ચેનલ સિલેક્ટ કરી તેના પૈસાની ચુકવણી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp