શું તમારા ડેટા વેચીને પૈસા કમાશે IRCTC? 1000 કરોડનો બનાવ્યો પ્લાન, શેર કાઢતા જ..

PC: khabarchhe.com

19 ઑગસ્ટની સવાર ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના શેરમાં 4 ટકાની તેજી દેખાઈ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર IRCTCના શેર 712 રૂપિયાના ભાવ પર ખૂલ્યા અને થોડા જ સમયમાં 746.75 રૂપિયા સુધી પહોંચી ગયા. IRCTCના શર્મા તેજીના કારણે કંપનીનો નવો પ્લાન છે. રિપોર્ટ્સ મુજબ ઇન્ડિયન રેલવેની ટિકિટ બુકિંગ આર્મ ડિજિટલ મોનેટાઇઝેશન દ્વારા 1000 કરોડ રૂપિયાનો રેવન્યૂ પ્લાન કરી રહી છે. IRCTCએ તેના માટે ટેન્ડર પણ હેર કરી દીધું છે.

આ ટેન્ડરમાં કેટલીક એવી વસ્તુ છે, જેને લઈને યુઝર્સના મનમાં પ્રાઇવસી અને સેફ્ટી સાથે જોડાયેલા સવાલ ઉઠી રહ્યા છે. ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને તેના પર ઘણી જાણકારી શેર કરી છે. ટેન્ડરમાં કહેવામાં આવ્યું છે કે IRCTC એક કન્સલ્ટેન્ટ નિમણૂક કરશે, જે તેમણે યુઝર્સના ડેટાને મોનેટાઈઝ કરવાની રીતો પર સૂચન આપશે. IRCTCના પાસ યુઝર્સના 100TBથી વધારે ડેટા છે. તેમાં ટિકિટ બુક કરવા જેની ટિકિટ છે આ બધાના નામથી લઈને નંબર સુધી તમામ ડિટેલ્સ ઉપસ્થિત છે.

એવામાં ઘણા લોકોને લાગી રહ્યું છે કે સરાકરની તેમની પર્સનલ ડિટેલ્સ વેચીને પૈસા કમાવાની પ્લાનિંગ કરી રહી છે. તેનો જવાબ ‘હા’ કે ‘ના’માં આપી શકવું મુશ્કેલ છે. તમારે તેને વિસ્તારથી સમજવું પડશે. કંપની આ ડેટા પર કંટ્રોલ ક્યારેય પણ નહીં છોડે એટલે કે તમારો ડેટા કે IRCTC પાસે હાલના 100TB ડેટા ક્યારેય વેચવામાં નહીં આવે. ઓછામાં ઓછી અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ તો એવું જ છે. કેમ કે તેનાથી તેમની માત્ર એક વખત જ કમાણી થશે, પરંતુ તેનો પ્લાન તેનાથી આગળ છે.

કંપની આ ડેટાનો ઉપયોગ સમય સમય પર પૈસા કમાવા માટે કરશે. તો તમે કોઈ ટ્રેનમાં યાત્રા કરી રહ્યા છો. એવામાં તમે ભોજન ઓર્ડર કરવા માટે ઇ-કેટરિંગનો ઉપયોગ કરો છે. સંભવ છે કે આગામી વખત જ્યારે તમે યાત્રા કરો તો તમારે કેટલીક ઇ-કેટરિંગ કંપનીઓની કંપનીઓના નોટિફિકેશન આવવા લાગે, જ્યાંથી તમે પોતાના માટે ફૂડ ઓર્ડર કરી શકો છે. તો બીજું ઉદાહરણ કેબ બુકિંગનું લઈ શકો છો. અત્યારે તમે IRCTCનો ઉપયોગ ટ્રેન ટિકિટ બુકિંગ કરી શકો છો. ત્યારબાદ તમે પોતાના ડેસ્ટિનેશન સ્ટેશનથી ઘર સુધી જવા માટે કેબ લો છો?

બધા લોકો નહીં લેતા હોય, કેટલાક લોકો તો એવું કરતા જ હશે. બની શકે તમે થોડા સમય બાદ કેબ્સના સજેસન કે કોલ્સ સ્ટેશન પર પહોંચતા જ આવવા લાગે. IRCTC આ ડેટાને કઈ રીતે ઉપયોગ કરશે અત્યારે સ્પષ્ટ નથી. કંપનીનું કહેવું છે કે તેઓ આ પ્રકારના યુઝર્સના એક્સપિરિયન્સને સારી રીતે કરવા માગે છે. સાથે જ થર્ડ પાર્ટીથી ડેટા શેર કરીને પૈસા પણ કમાશે. એવામાં IFF અને બીજા લોકોની ચિંતા યુઝર્સની પ્રાઇવસીને લઈને ડેટા પ્રોટેક્શન કાયદો ન હોવાની સ્થિતિમાં IRCTC આ ડેટાને થર્ડ પાર્ટી વેન્ડર્સથી કઈ રીતે શેર કરશે? આ પહેલા વાહન ડેટા બેઝને લઈને પણ IFF સરકારને પત્ર લખી ચૂક્યું છે. ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનને ડર છે કે યુઝર્સના ડેટાનો ખોટો ઉપયોગ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp