નકલી દિવ્યાંગ અને OBC સર્ટિફિકેટ પર પૂજા ખેડકરે તોડ્યું મૌન, બોલ્યા- મીડિયા..
તથા કથિત નકલી દિવ્યાંગતા અને OBC સર્ટિફિકેટના આધાર પર સિવિલ સેવામાં સિલેક્ટેડ થવાના આરોપોનો સામનો કરી રહેલા 2023 બેચના મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી પૂજા ખેડકરે પહેલી વખત મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, કોઇ પ્રકારની તપાસ સમિતિનો સામનો કરવા તેઓ તૈયાર છે. ખેડકરે કહ્યું કે, આરોપી બનાવવા અગાઉ જ મીડિયા ટ્રાયલ ચલાવવું અને તેના માધ્યમથી કોઇને પણ ગુનેગાર સાબિત કરવું ખોટું છે. આપણું ભારતીય સંવિધાન એ તથ્ય પર આધારિત છે કે જ્યાં સુધી દોષ સાબિત થઇ ન જાય, ત્યાં સુધી કોઇને દોષી નહીં માની શકાય. એટલે મીડિયા ટ્રાયલના માધ્યમથી મને દોષી સાબિત કરવી વાસ્તવમાં ખોટું છે. એ દરેકનો મૂળ અધિકાર છે.
તેમણે કહ્યું કે, તમે કહી શકો છો કે આ આરોપ છે, પરંતુ આ પ્રકારે મને દોષી સાબિત કરવી ખોટું છે.’ સિવિલ સેવા પદ હાંસલ કરવા માટે નકલી અન્ય પછાત વર્ગ (OBC) કોટા અને વિકલાંગતા કોટનો ખોટો ઉપયોગ કરવાના આરોપોનો સામનો કરી રહેલા પૂજા ખેડકરે સોમવારે કહ્યું કે, આરોપોની તપાસ કરી રહેલી કેન્દ્રીય સમિતિ સામે રજૂ થયા બાદ હકીકત બધા સામે આવી જશે. હું સમિતિ સમક્ષ જુબાની આપીશ. મને લાગે છે સમિતિ જે પણ નિર્ણય લેશે, એ બધાને સ્વીકાર્ય હોવો જોઇએ.
ખેડકરે કહ્યું કે, એક પરિવીક્ષાધીન અધિકારીના રૂપમાં અત્યારે કામ કરવું અને શીખવું છે અને હું એ જ કરી રહી છું. હું તેનાથી વધારે બીજી કોઇ ટિપ્પણી નહીં કરી શકું. પૂજા પહેલા તેમના પિતા અને પૂર્વ બ્યુરોક્રેટ્સ દીલિપ ખેડકરે રવિવારે પોતાની દીકરીનો બચાવ કરતા કહ્યું કે, તેમણે કંઇ પણ ગેરકાયદેસર કર્યું નથી. પૂજા હાલમાં જ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેમણે પૂણેમાં પોતાની તૈનાતી દરમિયાન તથા કથિત અલગ કેબિન અને સ્ટાફની માગ કરી હતી અને ત્યારબાદ તેમનું આચનક વાશિમ જિલ્લામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું.
ત્યારબાદ તેમના પર OBC (8 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક) અને દૃષ્ટિબાધિત શ્રેણીઓ હેઠળ સિવિલ સેવા પરીક્ષા આપીને અને માનસિક બીમારીનું પ્રમાણપત્ર રજૂ કરીને IASમાં સ્થાન પ્રાપ્ત કરવાના આરોપ લાગ્યા. તેમના પિતા અને મહારાષ્ટ્ર સરકારના પૂર્વ અધિકારી દીલિપ ખેડકરે રવિવારે એક મરાઠી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, તેઓ વાસ્તમાં ગેર સમૃદ્ધ વર્ગ (નોન ક્રીમિ લેયર) સાથે સંબંધ ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp