ટ્રાન્સજેન્ડરને પણ નોકરી અને શિક્ષામાં મળશે આરક્ષણ? SCની કેન્દ્ર-રાજ્યોને નોટિસ

સાર્વજનિક શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે રિઝર્વેશનની માગવાળી અરજીને લઇ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ મોકલી છે. કેરળના એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જેબી પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માગ્યો છે. આ પ્રકારની અરજીને લઇ કેન્દ્ર પહેલા કહી ચૂક્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ કે પછી નોકરીમાં પહેલાથી મોજૂદ આરક્ષણનો લાભ ઉઠાવી શકાય છે. જોકે કોઇ નવો કોટા આપવામાં આવશે નહીં.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવે સોગંદનામું દાખલ કરી કહ્યું હતું કે એસસી/એસટી/એસઈબી સમુદાયોથી સંબંધિત પહેલાથી જ આરક્ષણના અધિકારી છે.આ ઉપરાંત 8 લાખ રૂપિયાની વાર્ષિક પારિવારિક આવકના અન્ય વર્ગના ટ્રાન્સજેન્ડર્સ પણ EWS શ્રેણી હેઠળ આરક્ષણમાં સામેલ છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પૂછ્યું કે શું બંધારણના આર્ટિકલ 14,19 અને 21 હેઠળ ટ્રાન્સજેન્ડર્સને આરક્ષણ ન આપવું જોઇએ? આ અરજી સુબી કેસી નામના વ્યક્તિએ દાખલ કરી હતી અને કહ્યું હતું કે ટ્રાન્સજેન્ડર્સને પણ સરકારી નોકરીઓમાં આરક્ષણ આપવાનો આદેશ બહાર પાડવો જોઇએ.
સુબીએ ઘણાં ઉદાહરણો આપતા જણાવેલું કે, સમાજમાં ટ્રાન્સજેન્ડર્સ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્તર પર પછાત છે. અરજીકર્તાએ કહ્યું કે, સામાજિક તબકામાં ફસાયેલા આ વર્ગના હિતમાં જલદી નિર્ણય આપવો જોઇએ. તેમણે સુપ્રીમ કોર્ટના 2014ના નાલસા વર્સિસ ભારત સરકારના ચૂકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સરકારોએ તેનું સન્માન કર્યું નહીં જ્યારે ચૂકાદામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પછાત વર્ગમાં રાખવા કહેવામાં આવ્યું હતું. જણાવીએ કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં જ આ વર્ષે એક અવમાનના નોટિસ પણ બહાર પાડી હતી.
પોતાના ઐતિહાસિક ચૂકાદામાં શીર્ષ અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ટ્રાન્સજેન્ડર્સને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના રૂપમાં માનવા અને એજ્યુકેશન સંસ્થાઓમાં પ્રવેશ સાથે જ સાર્વજનિક નિયુક્તિના કેસોમાં તેમને દરેક પ્રકારના આરક્ષણ આપવાનો આદેશ આપ્યો હતો. તે ઐતિહાસિક ચૂકાદાએ ત્રીજા લિંગ અને તેમના લિંગને કાયદાકીય માન્યતા આપી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp