ચૈત્રી નવરાત્રિમાં રામલલ્લાના 56 ભોગમાં આદિવાસી વાનગીઓ ઉમેરાશે

PC: newstimeexpress.com

અયોધ્યા રામ મંદિરમાં હજુ પણ રામલલ્લાના દર્શન માટે લોકોનો ધસોરા ચાલું જ છે. હવે શ્રધ્ધાળુઓને આનંદ થાય એવા એક સમાચમાર સામે આવ્યા છે. 9 એપ્રિલથી શરૂ થતા ચૈત્રી નવરાત્રિ માટે અયોધ્યા રામ મંદિરમાં શ્રૃંગાર, અર્ચના, ભોગ, પોષાકમાં ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. રામલલ્લાને 56 ભોગ ધરાવવમાં આવશે અને એમાં આદિવાસીઓની પ્રિય વાનગી ઉમેરવામાં આવશે.

જાણવા મળેલી માહિતી મુજબ ભગવાન રામને કંદમુળ ખુબ જ ભાવતા હતા ઉપરાંત બોર પણ તેમને પ્રિય હતા. નવરાત્રિમાં જે 56 ભોગ ધરાવાવમાં આવશે તેમાં આવી અનેક વાનગીઓ ઉમેરવામાં આવશે. પુજારીઓનો ડ્રેસ કોડ બદલાશે. પુજારીઓ પીળી ચૌબંધી, સફેદ ધોતિયું અને કેસરીયો ખેસ પહેરશે. પુજા પધ્ધિત માટે એક ખાસ પુસ્તક પણ તૈયાર કરવામાં આવ્યું છે. ભગવાનના ધરાવતા 56 ભોગમાં જાત જાતની અને ભાત ભાતની વાનગીઓ ધરાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp