2 પત્નીઓથી એક પણ સંતાન નહીં, ત્રીજીએ એક સાથે 4 બાળકોને આપ્યો જન્મ
છત્તીસગઢના સુકમા જિલ્લામાં રહેનારી એક આદિવાસી મહિલાએ 4 બાળકોને જન્મ આપ્યો છે. ચારેય નવજાતમાં 2 છોકરા અને 2 છોકરીઓ છે. ડૉક્ટરો પાસેથી મળતી માહિતી મુજબ, બધા બાળક સ્વસ્થ છે. નવજાત બાળકોને જન્મ આપનારી મહિલા સુકમા જિલ્લાના જેમરની રહેવાસી છે. મહિલાનો પતિ કવાસી હિડમા, જેમરનો સરપંચ છે. જે મહિલાએ 4 બાળકોનો જન્મ આપ્યો છે તે હિડમાની ત્રીજી પત્ની છે. પહેલી 2 પત્નીઓથી તેને બાળકો નથી. 4 બાળકોના જન્મ પર પિતાએ ખુશી વ્યક્ત કરતા હૉસ્પિટલના ડૉક્ટરોનો આભાર માન્યો.
આ ઘટના બાદ હૉસ્પિટલના ડૉક્ટર પણ હેરાન છે. આ બબતે જાણકારી આપતા નવજાતોના પિતાએ જણાવ્યું કે, જગદલપુરમાં એક ખાનગી હૉસ્પિટલમાં ગર્ભવતી પત્નીની સારવાર ચાલી રહી હતી. ડૉક્ટરોએ સોનોગ્રાફી તપાસમાં 3 બાળકોની જાણકારી આપી, પરંતુ પત્નીએ પ્રસવ દરમિયાન 4 નવજાતોને જન્મ આપ્યો. ચોથા બાળકના જન્મથી હૉસ્પિટલના ડૉક્ટર પણ હેરાન છે. ડૉક્ટરોએ જણાવ્યું કે, સુકમાની આદિવાસી મહિલા દશમીએ 4 બાળકોને જન્મ આપ્યો છે.
તેમણે કહ્યું કે, બધા બાળક પૂરી રીતે સ્વસ્થ છે. કવાસી હિડમાએ પત્નીના એક સાથે 4 બાળકોના જન્મ થવા પર ખુશી વ્યક્ત કરી. તેણે ડૉક્ટરો અને હૉસ્પિટલ મેનેજમેન્ટનો આભાર માન્યો. નવજાત બાળકોને જન્મ અપનારી મહિલા દશમી કવાસી હિડમાની ત્રીજી પત્ની છે. કવાસીની 2 પત્નીઓને એક પણ સંતાન નથી. જો કે પહેલી પત્ની હૂંગાની એક દીકરી હતી, જેનું લગભગ 14 વર્ષની ઉંમરમાં બીમારીના કારણે મોત થઇ ગયું. હવે ત્રીજી પત્નીએ 4 બાળકોને એક સાથે જન્મ આપ્યો છે, જેથી પિતા હિડમા કવાસી ખૂબ ખુશ છે.
આ આખા મામલે પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ. એસ. બન્સલે કહ્યું કે, મહિલા લાંબા સમયથી પોતાની તપાસ કરાવી રહી હતી. ગુરુવારે તેને પ્રસવ પીડા થવા પર તેને સુરક્ષિત સર્જરીના માધ્યમથી ડિલિવરી કરાવવામાં આવી. મહિલાએ 4 બાળકોને જન્મ આપ્યો છે. હાલામા બધા બાળકો અને મહિલા સુરક્ષિત છે. આ એવી પહેલી ઘટના બસ્તરમાં જોવા મળી છે, જ્યારે મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો છે.
આ અગાઉ 2 બાળકો અને 3 બાળકોના જન્મ લેવાની વાત બસ્તરમાં સામે આવી હતી. બાળકોનું વજન 1 કિલો 800 ગ્રામ, 1 કિલો 600 ગ્રામ, 1 કિલો 500 ગ્રામ અને 1 કિલો 300 ગ્રામ છે. આ બાળકો સારા ગ્રોથ કરી લે તેના માટે સારી રીતે ધ્યાન રાખવું જરૂરી છે. હાલમાં NICUમાં ડૉક્ટરોની દેખરેખમાં બધા બાળકોની સારવાર ચાલી રહી છે. લગભગ 10-15 દિવસોમાં બાળકો રિકવર થઇ જાય, ત્યાં સુધી તેમને NICUમાં રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp