દીકરો હોવા છતા આ કારણે વૃદ્ધે પોતાની 2 કરોડની સંપત્તિ અધિકારીના નામે કરી દીધી

PC: twitter.com

પ્રોપર્ટી માટે માતા-પિતા સાથે ઝઘડો કરનારા સંતાનો માટે ચેતવણીરૂપ કિસ્સો છે. ઉત્તર પ્રદેશમાં એક વૃદ્ધે મિલકત માટે પરેશાન કરનાર પુત્રથી કંટાળીને પોતાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જિલ્લાધિકારીના નામે કરી દીધી છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા એક વૃદ્ધે પોતાની બધી સંપત્તિ આગ્રા જિલ્લાધિકારીના નામે કરી દીધી છે. આ વૃદ્ધ વ્યકિતએ વસીયતની કોપી પણ આગ્રા સિટી મેજિસ્ટ્રેટને સુપરત કરી છે. આ સંપત્તિ લગભગ 2 કરોડ રૂપિયાની છે. આ વાતની જાણકારી વૃદ્ધે પોતે જ પત્રકારોને આપી હતી. તેમણે કહ્યુ હતું કે પોતે સમજી વિચારીને આ પગલું લીધું છે. જાણવા મળેલી વિગત મુજબ વૃદ્ધ મસાલાનો વેપાર કરે છે.

આગ્રાના પીપલમંડી નિરાલાબાદના રહેવાલી ગણેશ શંકર પાંડેયએ પોતાની 225 ચોરસ યાર્ડની મિલકત આગ્રાના જિલ્લાધિકારીના નામે કરી આપી છે. ગણેશ શંકર પાંડેએ પત્રકારોને કહ્યુ હતું કે ઘરમાં કોઇ વાતની કમી નથી. બધું સારી રીતે ચાલી રહ્યું છે. તેમનો મોટો પુત્ર દિગ્વિજય પાંડેય, તેની પત્ની અને બે બાળકો બધા એકસાથે જ રહે છે, પરંતુ દિગ્વિજય છેલ્લાં ઘણા સમયથી લગાતર સંપત્તિમાં ચોથા ભાગની માગણી કરી રહ્યો છે, તે તેમની પરેશાનીનું મોટું કારણ છે.

ગણેશ પાંડેયનું કહેવું છે કે તેમણે તેમના મોટા પુત્ર દિગ્વિજયને ઘણી વખત સમજાવ્યું હતું કે બિઝનેસ પર આવીને બેસી જા, પરંતુ દિગ્વિજય  આ વાત સાંભળવા તૈયાર જ થતો નથી. તેને બદલે દિગ્વિજય સંપત્તિમાં ભાગ માંગીને પરેશાન કરી રહ્યો છે, એટલે આખરે લાંબુ વિચારીને મે મારી સંપત્તિ જિલ્લાધિકારીના નામે કરી દીધી છે.

આ બાબતે સિટી મેજિસ્ટ્રેટ એ. કે. સિંહે કહ્યુ હતું કે તેમની પાસે એક વૃદ્ધ આવ્યા હતા જે પીપલ મંડી નિરાલાબાદના રહેવાસી હતા. તેમણે પોતાના પુત્રથી પરેશાન થઇને પુરી પ્રોપર્ટી જિલ્લાધિકારીના નામે કરી દીધી છે. પાંડેય પરિવારનો આંતરિક પ્રોબ્લેમ શું હશે તે વિશે ખબર નથી, પરંતુ  આજે દેશભરમાં સંતાનો અને માતા-પિતા સાથેનો ગેપ વધતો જાય છે અને વયોવૃદ્ધ માતા પિતાને ઘરડાં ઘરમાં મોકલી દેતા પણ સંતાનો ખચકાતા નથી. ઘણા કિસ્સામાં સંતાનોને પિતાના સાથ કરતા સંપત્તિમાં વધારે રસ હોય છે. તો તેવા સંજોગોમાં જો પિતાઓ હવે પ્રોપર્ટી પરિવારને બદલે બીજાના નામે કરતા થઇ જશે તો સંતાનોની શાન કદાચ ઠેકાણે આવી શકે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp