હનુમાનગઢમાં ઓવરટેક કરતી વખતે ટ્રક-કાર વચ્ચે ટક્કર, 7ના નિધન
રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર મહિલાઓ અને એક માસુમ બાળક સહિત સાત લોકોના કરૂણ મોત થયા હતા. અકસ્માત થયા પછી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
રાજસ્થાનના હનુમાનગઢ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં ટ્રક અને કાર વચ્ચેની અથડામણમાં સાત લોકોના મોત થયા છે અને બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ બાળકોને હનુમાનગઢ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત પછી ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. પરિસ્થિતિ જોઈને ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રાહદારીઓએ કારમાં ફસાયેલા મૃતદેહો અને ઘાયલ લોકોને બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરી. અકસ્માતનું કારણ આ વાહનો એક બીજાને ઓવરટેક કરતા હોવાનું કહેવામાં આવે છે. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો એક જ પરિવારના હતા. અકસ્માતની જાણ થતાં મૃતકના ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શનિવારે મધરાતે હનુમાનગઢ ટાઉન વિસ્તારના નૌરંગદેસર ગામ પાસે થયો હતો. કારમાં ડ્રાઈવર સહિત કુલ નવ લોકો સવાર હતા. જેમાંથી સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે ઘાયલ થયા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘાયલો અને મૃતકોના મૃતદેહોને હનુમાનગઢ જિલ્લા મુખ્યાલય સ્થિત સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરોએ તપાસ કર્યા પછી સાત લોકોને મૃત જાહેર કર્યા હતા.
ટાઉન પોલીસના જણાવ્યા અનુસાર, તમામ મૃતકો અને ઘાયલો નૌરંગડેસર ગામના રહેવાસી હતા. આ તમામ એક જ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તે નજીકના ગામ આદર્શ નગરથી પોતાના ગામ નૌરંગદેસર પરત ફરી રહ્યા હતા. તે જ સમયે એક કાર અને ટ્રકે એકબીજાને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કારમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના મોત થયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બંને બાળકોને બિકાનેર રીફર કરવામાં આવ્યા છે.
અકસ્માત પછી SP રાજીવ પચાર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સમગ્ર મામલાની માહિતી મેળવી હતી. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં પરમજીત કૌર, તેનો પુત્ર રામપાલ સિંહ, ખુશવિંદર સિંહ, પુત્રવધૂ રીમા અને પરમજીત અને બે બાળકો રીત અને મનજોતનો સમાવેશ થાય છે. આકાશદીપ (14) અને મનરાજ કૌર (2) બિકાનેરમાં સારવાર હેઠળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp