કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને જણાવી ટ્રૂડોના ભારત વિરોધની ખરી હકીકત

PC: liveindia.tv

ભારત સાથે સંબંધ ખરાબ કરીને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો દરેક લોકોના નિશાના પર આવી ગયા છે. કેનેડિયન મીડિયા અને પત્રકારો પણ ટ્રૂડો પર સવાલ ઊભા કરી રહ્યા છે. આ કડીમાં ડેનિયલ બોર્ડમેન નામના કેનેડિયન પત્રકારે ટ્રૂડોના આ પગલા પાછળની હકીકત જણાવી છે. બોર્ડમેન અનુસાર, આની પાછળ પાકિસ્તાન અને ચીનથી મળનારું સમર્થન છે. પત્રકારે જણાવ્યું કે, ટ્રૂડોએ ભારત સાથે શા માટે ઝઘડો શરૂ કર્યો આની પાછળ આ જ થિયરી ચાલી રહી છે.

બોર્ડમેને કહ્યું કે, જસ્ટિન ટ્રૂડો ભારત સાથે શા માટે સંબંધ ખરાબ કરી રહ્યા છે, તેને સમજવું મુશ્કેલ બની જાય છે. તેમના આ પગલા પાછળ કોઇપણ તાર્કિક વ્યાખ્યા નથી. આની પાછળ કોઇ અગત્યનું કારણ પણ નથી. વિદેશ નીતિ તરીકે જોઇએ તો પણ આ પગલાને યોગ્ય ગણી શકાય નહીં. કેનેડામાં આની પાછળના સંદર્ભને લઇ એક થિયરી ચાલી રહી છે.

ડેનિયલે કહ્યું કે, કેનેડામાં અમારી પાસે ચીનથી વિદેશી હસ્તક્ષેપ એક મોટો મામલો છે. જોવામાં આવે તો આ એક મોટો કૌભાંડ છે. કેનેડિયન પત્રકાર આગળ કહે છે કે, આ જસ્ટિન ટ્રૂડોની એક ઉદારવાદી પાર્ટી છે. જેને ચૂંટણીમાં અલગ અલગ જગ્યાઓ પર સીસીપીથી મદદ મળી રહી હતી. આ સંપૂર્ણ રીતે મોટી વાત છે જેમાં તપાસની જરૂર છે. માટે ચીની વિદેશી હસ્તક્ષેપથી ધ્યાન હટાવવા માટે અમારી પાસે કેનેડામાં એક સ્ટોરી છે. જે અનિવાર્ય રીતે પાકિસ્તાની વિદેશી હસ્તક્ષેપ વિશે છે. હવે આ વાસ્તિવક સ્ટોરીને કવર કરવા માટે ભારતીય વિદેશી હસ્તક્ષેપની સ્ટોરી તૈયાર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કેનેડાની ધરતી પર એક ખાલિસ્તાની અલગાવવાદીની હત્યાને લઇ ભારત પર આરોપ લગાવ્યા પછીથી બંને દેશોની વચ્ચે આવેલા સંબંધોના તણાવની પૃષ્ઠભૂમિમાં નવી દિલ્હીએ ગુરુવારે ઓટાવાથી ભારતમાં પોતાના રાજનયિકોની સંખ્યા ઓછી કરવા કહ્યું. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારતમાં કેનેડિયન ડિપ્લોમેટોની સંખ્યા કેનેડોમાં મોજૂદ ભારતીય ડિપ્લોમેટિક કર્મચારીઓની સંખ્યા કરતા વધારે છે. પારસ્પરિક ઉપસ્થિતિના સંદર્ભમાં સંખ્યાબળ અને રેન્કોમાં સમાનતા હોવી જોઇએ. આ પહેલા ભારતે મંગળવારે કેનેડાના આરોપોને નકારી અને અંગત રીતે પ્રેરિત ગણાવીને તેને ફગાવી દીધા હતા. આ મામલામાં કેનેડા દ્વારા એક ભારતીય અધિકારીને નિષ્કાસિત કરવાના જવાબમાં ભારતે પણ વરિષ્ઠ કેનેડિયન અધિકારીને દેશમાંથી નિષ્કાસિત કરી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp