ઉત્તરાખંડમાં બની રહેલી ટનલ તૂટી પડી, 50થી વધારે મજૂરો ફસાયા, બચાવ કાર્ય ચાલુ

PC: lokmat.com

ઉત્તરાખંડમાં બની રહેલી એક ટનલનો ભાગ તુટી પડ્યા છે અને તેમાં કામ કરતા 50થી વધારે મજૂરો ફસાઇ ગયા છે. જો કે તેમને બચાવવા માટે તાત્કાલિક રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

દેશભરમાં લોકો એક તરફ દિવાળીનો તહેવાર ઉત્સાહપૂર્વક મનાવી રહ્યા છે તો બીજી તરફ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ શક્યતા નકારી શકાતી નથી.

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જાણવા મળેલી માહિતી મુજબ આ ટનલની અંદર કામ કરતા 50થી વધારે મજૂરો ફસાયા છે તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ ટનલમાં 50થી 60 મજૂરો ફસા છે. આ ચોમાસામાં ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો અને ઇમારતો તો જણે પત્તાના મહેલની જેમ કડડભૂસ થઇ ગઇ હતી. રસ્તાઓ પર પણ પારાવાર નુકશાન થયું હતુ.

ઉત્તરાખંડ સરકાર અને વહીવટીતંત્રની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંદર કામદારો માટે ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ છે. ટનલની અંદર વધારાની ઓક્સિજન પાઇપ પણ પહોંચાડવામાં આવી છે. અત્યારે જે જાણવા મળ્યું છે તે મુજબ ટનલની અંદર તમામ કામદારો સુરક્ષિત છે.

ઘટના રવિવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે થયું હતું, જ્યારે ટનલમાં કામ કરતા કામદારો પ્રવેશદ્વારની અંદર 2800 મીટર અંદર છે.

આજથી છ દિવસ પહેલા એટલે કે 6 નવેમ્બરે ઉત્તરાખંડમાં વધુ એક અકસ્માત થયો હતો. ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે લાઇન પ્રોજેક્ટની એક ટનલમાં આગ ફાટી નીકળી હતી. તે સમયે સાઇટ પર 40 લોકો કામ કરી રહ્યા હતા. ચીફ પ્રોજેક્ટ મેનેજર અજીત સિંહ યાદવે જણાવ્યું હતું કે આ ઘટના ટનલ નંબર 15માં બની હતી. સદનસીબે આગ લાગતાની સાથે જ તમામ લોકોને ટનલમાંથી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને અકસ્માત ટળી ગયો હતો. આગની લપેટમાં આવ્યા બાદ તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp