1987 બેચના IAS અધિકારી બનશે નવા કેબિનેટ સચિવ, લેશે રાજવ ગૌબાની જગ્યા

PC: indiatoday.in

સરકારે ભારતીય પ્રશાસનિક સેવા (IAS)ના વરિષ્ઠ અધિકારી ટી.વી. સોમનાથનને દેશના આગામી કેબિનેટ સચિવના રૂપમાં નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DoPT) દ્વારા શનિવારે જાહેર કરાયેલા સર્ક્યૂલેશન મુજબ તામિલનાડુ કેડરના 1987 બેચના IAS અધિકારી ટી.વી. સોમનાથ આ મહિનાના અંતમાં પોતાનો નવો કાર્યભાર સંભાળશે. સોમનાથ ઝારખંડ કેડરના 1982 બેચના IAS અધિકારી અને હાલના કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની જગ્યા લેશે.

સર્ક્યૂલર મુજબ કેબિનેટ સચિવનું પદ ગ્રહણ કરવા અગાઉ સોમનાથ કેબિનેટ સચિવમાં વિશેષ કાર્ય અધિકારીના રૂપમાં કાર્ય કરશે. તેમનો કાર્યકાળ 30 ઑગસ્ટથી શરૂ થશે અને તેઓ આગામી 2 વર્ષ સુધી આ પદ પર બન્યા રહેશે.

તામિલનાડુમાં ટી.વી. સોમનાથની ભૂમિકાઓમાં બજેટ ઉપસચિવ, જોઇન્ટ વિજિલેન્સ કમિશનર, મેટ્રોવોટરના કાર્યકારી ડિરેક્ટર, મુખ્યમંત્રીના સચિવ, એડિશનલ મુખ્ય સચિવ અને કમિશનર ઓફ કોમર્શિયલ ટેક્સ સામેલ હતા. તેમણે કોલકાતા યુનિવર્સિટીથી અર્થશાસ્ત્રમાં P.hd અને અર્થશાસ્ત્રમાં MAની ડિગ્રી હાંસલ કરી છે. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં કાર્યકારી વિકાસ કાર્યક્રમ પણ પૂરો કર્યો છે અને એક યોગ્ય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને કંપની સચિવ છે.

કોણ હોય છે કેબિનેટ સચિવ?

કેબિનેટ સચિવ ભારત સરકારની કાર્યપાલિકમાં સૌથી ઉચ્ચ પદ હોય છે. કેબિનેટ સચિવના રૂપમાં નિમણૂક થયેલ અધિકારી ભારત સરકારના સચિવોની સમિતિના પ્રમુખ હોય છે. આ પદ ભારતીય પ્રશાસનિક સેવા (IAS)ના વરિષ્ઠ અધિકારીઓમાંથી એકને આપવામાં આવે છે. જે સીધા વડાપ્રધાન અને મંત્રી મંડળને પ્રશાસનિક સલાહ આપવા માટે જવાબદાર હોય છે. કેબિનેટ સચિવનો કાર્યકાળ સામાન્ય રીતે 2 વર્ષનો હોય છે, પરંતુ તેને સરકારના વિવેકાનુસર પણ વધારી શકાય છે. આ પદ પર બેઠી વ્યક્તિઓનો પ્રશાસનિક કાર્યોમાં વ્યાપક અનુભવ અને નેતૃત્વની ક્ષમતા હોય છે કેમ કે એ ભૂમિકા સરકારની નીતિઓના કાર્યાન્વય, વિભિન્ન મંત્રાલયો વચ્ચે સમન્વય અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ પર મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp