2 ભાઈઓએ કારને હેલિકોપ્ટર જેવી બનાવી, પણ બહાર નીકળતા જ પડી ગઈ પોલીસની નજર, પછી...

PC: jagran.com

ઉત્તર પ્રદેશના આંબેડકર નગરથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહી 2 ભાઈઓએ એક જૂની કારને મોડિફાઈ કરીને હેલિકોપ્ટર જેવી બનાવી નાખી. બંને ભાઈઓનું સપનું હતું કે કારને મોડિફાઈ કરીને હેલિકોપ્ટર બનાવીને તેઓ વર-વધુ માટે લગ્નમાં બુકિંગ પર ચાલવી શકે છે અને પૈસા કમાઈ શકે છે, પરંતુ તેમનો પ્લાન પૂરો થાય એ અગાઉ જ પોલીસની નજર તેમના પર પડી ગઈ. આ ઘટના અકબરપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં 2 ભાઈઓએ કારને મોડિફાઈ કરીને હેલિકોપ્ટર બનાવી દીધી હતી.

બંને ભાઇ હેલિકોપ્ટરને પેઇન્ટિંગ માટે લઈ જઇ રહ્યા હતા, જેથી તેને બુકિંગ પર જાનમાં લઈ જઇ શકાય, પરંતુ રસ્તામાં બંનેને ટ્રાફિક પોલીસ રોકી દીધા. પૂછપરછ બાદ મોટર વ્હીકલ એક્ટ હેઠળ મોડિફાઈ વાહનને સીઝ કરી દેવામાં આવ્યું. રિપોર્ટ્સ મુજબ, બંને સગા ભાઈ છે અને ભીટી પોલીસ સ્ટેશનના ખજૂરી બજારના રહેવાસી છે. તેમણે કાર મોડિફાઈ કરીને હેલિકોપ્ટરનું રૂપ આપ્યું હતું. તેની ઉપર રીતસરનો પાંખો લગાવવામાં આવ્યો અને પાછળ જેમ હેલિકોપ્ટર પાછળ બનેલું હોય છે એવો આકાર આપવામાં આવ્યો.

મોડિફાઈ કર્યા બાદ બંને ભાઈ ફાઇનલ ટચ આપવા માટે ભીટીથી આંબેડકર નગર જિલ્લા મુખ્યાલય પર હેલિકોપ્ટર લઈને પહોંચ્યા હતા. જેને જોઈને લોકો દંગ રહી ગયા. પોલીસને જાણકારી મળી તો તે પણ ઘટનાસ્થળ પર પહોંચી. તેમણે જોયું કે બંને ભાઈઓએ વેગનઆર કારને હેલિકોપ્ટરનું રૂપ આપ્યું છે. એક ભાઇનું નામ ઈશ્વરદીન છે, જ્યારે બીજાનું નામ પરમેશ્વરદીન. તેમણે વેગનઆર કારને મોડિફાઈ કરીને હેલિકોપ્ટરનું રૂપ આપ્યું છે. જો કે, મોડિફિકેશન માટે તેમણે કોઈ મંજૂરી લીધી નહોતી.

એવામાં જ્યારે આ મોડિફાઈ વાહનને પેઇન્ટિંગ કરાવવા માટે તેઓ જિલ્લા મુખ્યાલય પહોંચ્યા તો પોલીસે તેમણે રોકી દીધા. અકબરપુર બસ સ્ટેશન પાસે ઉપરોક્ત વાહન ટ્રાફિક પોલીસની નજરમાં આવી ગયું અને ટ્રાફિક પોલીસે એક્શન લેતા મોડિફાઈ માટે વાહનને સીઝ કરી દીધું. જો કે, પોલીસે દંડ લઇને ઉપરોક્ત વાહન રીલિઝ કરી દીધું, પરંતુ તેને યુઝ ન કરવાની સલાહ આપી.

આ અંગે અપર પોલીસ અધિક્ષક વિશાલ પાંડેએ કહ્યું કે, આદર્શ આચાર સાહિતા લાગૂ થયા બાદ પોલીસે સુરક્ષાની દૃષ્ટિએ સતર્કતા વધારી દીધી છે. એ હેઠળ રવિવારે અકબરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ કરી રહી હતી, ત્યારે બને ભાઈ કારને પેઇન્ટિંગ માટે લઈ જઇ રહ્યા હતા. પોલીસે મોડિફાઈ કારને જપ્ત કરીને મોટર વ્હીકલ એક્ટની કલમ 207 હેઠળ સીઝ કરી દીધી છે. મોડિફિકેશન વિના RTO ડીપાર્ટમેન્ટની મંજૂરી વિના નહીં કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp