ગુનો માલિકનો અને પોલીસ કસ્ટડીમાં બળદ, દુઃખમાં બળદોએ ખાવા-પીવાનું છોડ્યું

PC: indiatv.in

બિહારના ગોપાલગંજ જિલ્લાના ઉત્પાદ વિભાગ માટે 2 બળદ માથાનો દુઃખાવો બની ગયા છે. ઉત્પાદ વિભાગની કસ્ટડીમાં પહોંચેલા બંને બદળોએ ખાવા-પીવાનું છોડી દીધું છે. આ આખો મામલો બિહારના ગોપાલગંજ જિલ્લાનો છે, જ્યાં પોતાની માલિકની ભૂલની સજા 2 બળદોને ચૂકવવી પડી રહી છે. ઉત્પાદ વિભાગના માલખાના પરિસરમાં ઊભા બંને બળદ માલિકની યાદમાં ખાવા-પીવાનું છોડી ચૂક્યા છે. કહેવામાં આવે છે કે, 14 ફેબ્રુઆરીએ જાદોપુર પોલીસ સ્ટેશનના પતહરા ડેમથી બળદગાડી પર કાર્ટૂનમાં લાદેલો ભારે માત્રામાં દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે બુટલેગર બળદ ગાડીથી દારૂની તસ્કરી કરી રહ્યો હતો. પોલીસને જોઈને બુટલેગર બળદગાડી છોડીને ફરાર થઈ ગયો. ઉત્પાદ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી બળદ ગાડીમાંથી 963 લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. બળદગાડી અને બંને બળદોને ઉત્પાદ વિભાગની ટીમ પોતાની સાથે માલખાના પર લઈ ગઇ અને ઉત્પાદ સ્પેશિયલ કોર્ટમાં બળદોને રજૂ કર્યા હવે આ બળદોને શું ખબર હતી કે તેમનો માલિક તેમની પાસે કાયદા વિરુદ્ધ કામ કરાવી રહ્યો હતો.

દારૂ નિષેધ અને ઉત્પાદ વિભાગની સ્પેશિયલ કોર્ટે બંને બળદો જોયા બાદ વિભાગના અધિકારીઓને એફિડેવિટ બનાવીને કોઈ ખેડૂતને સોંપવા કહ્યું છે. હાલમાં બંને બળદ માલખાના પરિસરમાં ઉત્પાદ વિભાગની કસ્ટડીમાં છે. પોલીસ માટે સૌથી મોટી પરેશાનો બળદોને રાખવાની છે. બળદોને ખવડાવવા-પીવડાવવાની સમસ્યા પોલીસ સામે છે. બળદ ખાઈ પણ રહ્યા નથી. ઉત્પાદ વિભાગના વકીલ રવિભૂષણ શ્રીવાસ્તવે જણાવ્યું કે, બિહાર દારૂ નિષેધ કાયદાની કલમ-56માં ઉલ્લેખ છે કે એવા પશુ વાહન કે પશુ, જેમનો ઉપયોગ દારૂની સપ્લાઈમાં કરવામાં આવી રહ્યો છે તેને જપ્ત કરવાના છે.

તેમણે કહ્યું કે, જિલ્લાધિકારીને એ અધિકાર આપવામાં આવ્યો છે કે પ્રક્રિયા પૂરી કરાવતા એવા પશુઓની પણ હરાજી કરાવવામાં આવે. હરાજીની પ્રક્રિયા પૂરી થવા સુધી બંને બળદ એફિડેવિટ પર કોઈ ખેડૂતને આપવામાં આવે કે ગૌશાળામાં રાખવામાં આવશે. બીજી તરફ ખેડૂત એફિડેવિટ લેવા તૈયાર નથી. તેમનું માનવું છે કે જો તેઓ બળદ લઈ પણ ગયા તો તેમની પાસે કામ નહીં લઈ શકે અને બળદોને કંઇ થઈ ગયું તો અલગ કાયદાની પરેશાની વધશે. હાલમાં પોલીસ કોઈ એવા ખેડૂતની શોધ કરી રહી છે કે આ બળદોની જવાબદારી લઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp