ચાલુ સ્કૂટીએ છોકરીઓને સ્ટંટ કરવાનું મોંઘું પડ્યું, પોલીસે 33000નો ફાડ્યો મેમો

PC: aajtak.in

આજના સમયમાં રીલ્સનું ચલણ વધી ગયું છે. જેને જુઓ એ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થવા માટે જાત જાતની કરતૂક કરી રહ્યા છે. ક્યારેક કોઈ મેટ્રોમાં ડાન્સ કરી રહ્યું છે, તો ક્યારેય કોઈ રોડ વચ્ચે સ્ટંટ. એવો જ એક વીડિયો નોઇડાથી સામે આવ્યો છે. હોળીના અવસર પર નોઇડાથી એવો વીડિયો સામે અવાયો છે, જેણે બધાને હેરાનીમાં નાખી દીધા છે. આ વીડિયોમાં 2 છોકરીઓ ચાલુ સ્કૂટીએ સ્ટંટબાજી કરતી નજરે પડી રહી છે. એક સ્કૂટી પર 3 લોકો સવાર છે. યુવક સ્કૂટી ચલાવી રહ્યો છે.

પાછળ બેઠી 2 છોકરીઓ એક બીજાને રંગ લગાવી રહી છે અને અશ્લીલ એક્ટ કરી રહી છે. ત્રણેય હેલમેટ પહેર્યા વિનાના છે. આસપાસ ઊભા લોકો તેમને ઘૂરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં 2 છોકરીઓ ચાલુ સ્કૂટી પર એવું એક્શન કરી રહી છે, તેના પર યુઝર્સ પણ હેરાની વ્યક્ત રહી રહ્યા છે. યુઝર્સે નોઇડા પોલીસને છોકરીઓનો વીડિયો ટેગ કરીને કાર્યવાહીની માગ કરી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી. જે સ્કૂટીથી સ્ટંટ કરવામાં આવ્યો, તેનો મસમોટો મેમો ફાડી દેવામાં આવ્યો.

ટ્રાફિક નિયમો તોડવા પર પોલીસે સ્કૂટીનો 33 હજાર રૂપિયાનો મેમો ફાડી દીધો છે. વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં સ્કૂટીને યુવક ચલાવી રહ્યો છે અને પાછળ બેઠી 2 છોકરીઓ એક બીજાને રંગ લગાવી રહી છે. બેકગ્રાઉન્ડમાં મોહે રંગ લાગા દે રે..' સોંગ ચાલી રહ્યું છે. આ જ બે યુવતીઓનો વધુ એક વીડિયો દિલ્હી મેટરોનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં છોકરીઓ એક બોલિવુડ સોંગ પર એક બીજાને રંગ લગાવતી નજરે પડી રહી છે. આ વીડિયો રવિવારે વાયરલ થયો હતો. હવે આ જ બે છોકરીઓનો વીડિયો સોમવારે હોળીના દિવસે નોઇડામાં પણ વાયરલ થયો છે, ત્યારબાદ એક્શન લેતા વાહન માલિક પર ચલણી કાર્યવાહી કરી છે.

એક અન્ય વાયરલ થઈ રહેલો આ વીડિયો પણ ઉત્તર પ્રદેશના નોઇડાનો બતાવવામાં આવી રહ્યો છે. તેમાં એક યુવક સ્કૂટી ચલાવતો નજરે પડી રહ્યો છે. તો પાછળની સીટ પર એક છોકરી ઊભી થઈને રીલ્સ બનવડાવતી નજરે પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી કેવી રીતે ચાલુ સ્કૂટીએ હોળી રમી રહી છે. વીડિયોમાં છોકરી સ્કૂટી ચલાવી રહેલા વ્યક્તિના ચહેરા પર રંગ લગાવી રહી છે, પરંતુ બીજી જ ક્ષણે રીલ્સના ચક્કરમાં છોકરી ગાડીથી નીચે પડી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp