બે છોકરીઓ વચ્ચે ભીડભરેલા બજારમાં જોરદાર પ્રેમી માટે મારામારી, વીડિયો વાયરલ

PC: bihardainik.com

બિહારનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં છોકરીઓ રસ્તા પર લડતી જોવા મળી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બંને યુવતીઓ સ્ટુડન્ટ્સ છે અને તેઓ પોતાના પ્રેમીને લઈને થયેલા વિવાદને કારણે એકબીજી સાથે ધક્કા-મુક્કી અને મારપીટ કરી રહી હતી. પટનાના સિવાનના ભીડવાળા બજારમાં થયેલા આ નાટકને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ લડાઈ સિવાનના સિસવન ઢલા પાસે ઈસ્લામિયા કોલેજ આવેલી છે, ત્યાં રસ્તા વચ્ચે આ બે છોકરીઓ વચ્ચે મારામારી થઈ હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બંને છાત્રાઓ સિવાનની ઈસ્લામિયા કોલેજમાં અભ્યાસ કરે છે અને પ્રેમીને લઈને થયેલા વિવાદને કારણે આ મારામારી થઇ હતી.

સોશ્યિલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં બંને વિદ્યાર્થીનીઓ વચ્ચે મારપીટ થતી દેખાય છે અને આ દરમિયાન તે બંનેને કેટલીક છોકરીઓ છોડાવતી પણ જોવા મળે છે. જ્યારે કેટલીક છોકરીઓ આ વીડિયો બનાવવામાં વ્યસ્ત હતી. ઘટનાસ્થળે હાજર યુવતીઓએ બનાવેલો આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પાછળથી કેટલીક વિદ્યાર્થીનીઓના હસવાનો અવાજ પણ સંભળાય રહ્યો છે. વીડિયોમાં એમ પણ સાંભળી શકાય છે કે, વિદ્યાર્થીનીઓ હસીને કહી રહી છે કે, લાઈવ સ્ટ્રીમ ચાલી રહી છે.

યુવતીઓ વચ્ચેની આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરીને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ લડાઈને લઈને મજા લઇ રહ્યા છે, તો કેટલાક તેને મહિલા સશક્તિકરણ ગણાવીને ટોણા મારી રહ્યા છે.

હરીશ નામના ટ્વિટર યુઝરે લખ્યું, 'શું આપણા દેશની છોકરીઓ છોકરાઓ કરતાં ઓછી થોડી છે?' એકે લખ્યું, 'એક મહિલા બીજી મહિલાને મારી રહી છે અને ત્રીજી મહિલા તેનું રેકોર્ડિંગ કરીને આનંદ લઇ રહી છે.' એક ટ્વિટર યુઝરે લખ્યું, 'છોકરીઓ ઝઘડી રહી છે અને બાકીના લોકો તમાશો જોઈ રહ્યા છે. કેમ કોઈ તેમને છુટા નથી પાડતું?'

એક ટ્વિટર યુઝરે લખ્યું, 'આ છોકરીઓ જેવી રીતે લડી રહી છે, તેવી રીતે તો છોકરાઓ પણ લડતા નથી, શું જમાનો આવી ગયો છે.' શૈલેષ નામના યુઝરે લખ્યું, 'આ મહિલા આરક્ષણનું પરિણામ છે, તેમણે મહિલાઓને એટલી સશક્તિકરણ કરી દીધી છે કે, હવે તે પોતાની લડાઈ જાતે લડી શકે છે. બીજા યુઝરે લખ્યું કે, 'આવી જોરદાર મારપીટ કોઈ માણસ માટે થઇ રહી છે, ખરેખર વિશ્વાસ નથી આવતો.'

અહીં તમને જણાવી દઈએ કે, આવો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બુરખો પહેરેલી છોકરીઓ ક્લાસરૂમમાં લડતી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એ જ બે છોકરીઓ છે જે માર્કેટમાં એકબીજાની વચ્ચે લડતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp