ISROએ નક્કી કર્યો ગગનયાનના પરીક્ષણનો સમય, જાણો ક્યારે લોન્ચ થશે પહેલી ઉડાણ

PC: twitter.com/isro

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO 21 ઓક્ટોબરના રોજ સવારે 07:00 થી 09:00 વાગ્યા વચ્ચે પહેલું ગગન મિશન લોન્ચ કરશે. આ મુખ્ય મિશન અગાઉ પ્રાયોગિક મિશન થશે. શ્રી હરિકોટાના સતીશ ધવન કેન્દ્રથી પહેલું મિશન લોન્ચ કરવામાં આવશે. TV-D1માં ક્રૂ મોડ્યૂલને અંતરીક્ષમાં મોકલવા અને લાવવામાં આવશે. આ પ્રાયોગિક મિશનમાં ગગનયાનની અંદરનું વાતાવરણ એ પ્રકારનું નથી જે પ્રકારે માનવયુક્ત ગગનયાનનું હશે.

ISROએ વર્ષ 2024માં માનવ મિશન ગગનયાનની યોજના તૈયાર કરી છે. આ ભારતનું પહેલું મિશન હશે. 3 દિવસના આ મિશનમાં 3 સભ્યોની ટીમને 400 કિલોમીટર દૂર પૃથ્વીની કક્ષામાં મોકલવામાં આવશે. ગગનની લેન્ડિંગ સમુદ્રમાં થશે. ભારતને પણ આ સફળતા મળે છે તો માનવ મિશનને અંજામ આપનારો ચોથો દેશ થઈ જશે. અમેરિકા, ચીન અને રશિયા અગાઉ એમ કરી ચૂક્યા છે. ISROના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું કે, ગગનયાનના લોન્ચ અગાઉ 4 પ્રાયોગિક ટેસ્ટ કરવામાં આવશે.

તેમાં પહેલું ટેસ્ટ 21 ઓક્ટોબરના રોજ થશે. ત્યારબાદ BLA D2, D3, અને D4 ટેસ્ટની પણ તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. પહેલા ટેસ્ટમાં ગગનયાનમાં જવું, આવવું અને પછી બંગાળની ખાડીમાં ઉતર્યા બાદ તેને જપ્ત કરવાનું સામેલ છે. ગગનયાન માટે ISROએ ડ્રગ પેરાશૂટનું સફળ પરીક્ષણ ચંડીગઢની લેબમાં ઑગસ્ટમાં જ કરી લીધું હતું. આ પેરાશૂટ અંતરીક્ષ યાત્રીઓને સુરક્ષિત ધરતી પર પરત લાવવામાં મદદ કરશે. આ પેરાશૂટ યાનની ગતિને ઓછી કરશે. તેની સાથે તેને સ્થિર પણ રાખવાનું કામ કરશે. તેનું પરીક્ષણ વાસ્તવિક વાતાવરણમાં કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2018ના રોજ ગગનયાન મિશનની જાહેરાત કરી હતી. આ મિશન વર્ષ 2022 સુધી પૂરું થવાનું અહતું, પરંતુ કોરોનાના કારણે મોડું થયું. આ મિશન માટે અંતરીક્ષ યાત્રીઓની તાલીમ બેંગ્લોરમાં શરૂ થઈ ગઈ છે. ગગનયાન મિશન માટે લગભગ 90.23 અબજ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp