મુસ્લિમો પર બળજબરીથી રંગ નાખ્યો પછી કરી અભદ્રતા, પણ પોલીસે...

PC: tv9hindi.com

બિજનૌરના ધામપુરમાં હોળી પર દબંગાઈ કરવા અને મુસ્લિમ પરિવાર પર બળજબરીપૂર્વક રંગ નાખવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ઘટનાને ધ્યાનમાં લીધી અને 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે બળજબરીપૂર્વક રંગ નાખવા અને અભદ્રતા કરવાનો કેસ નોંધ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, બિજનૌરના ધામપુરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક યુવક હોળીના નામ પર દબંગાઈ કરતા નજરે પડી રહ્યા છે.

બાઇક પર સવાર એક મુસ્લિમ પરિવાર પર બળજબરીપૂર્વક રંગ નાખી રહ્યા છે. મુસ્લિમ મહિલા પર રંગ નાખ્યો તો મહિલાએ વિરોધ પણ કર્યો, એ છતા અસામાજિક તત્વોએ રંગ લગાવી દીધો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે વીડિયો અને CCTV ફૂટેજના આધાર પર પરિવાર સાથે અભદ્રતા કરનાર 4 લોકોની ધરપકડ કરી છે. પીડિત પરિવારની ફરિયાદના આધાર પર બળજબરીપૂર્વક રંગ નાખવા અને અભદ્રતા કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

SP નીરજ જાદૌને ઘટનાની તપાસ અને કાર્યવાહી માટે ધામપુર CO સર્વમ સિંહને નિર્દેશ આપ્યા હતા. SPએ નિર્દેશોમાં કહ્યું હતું કે, બળજબરીપૂર્વક રંગ લગાવનારાઓની ઓળખ કરીને તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરે અને એ પરિવારની શોધ કરીને ફરિયાદ પ્રાપ્ત કરે, જેમની સાથે અભદ્રતા કરવામાં આવી અને બળજબરીપૂર્વક રંગ લગાવવામાં આવ્યો. આદેશ બાદ પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે.

પોલીસે પીડિત પરિવારની પણ શોધ કરી લીધી છે, જે દિલશાદ ગ્રામ જબલપુરનો રહેવાસી છે. આ પરિવાર 23 માર્ચે ડૉક્ટરને ત્યાં દવા લેવા ગયો હતો, ત્યારે આરોપીઓએ તેમના પર રંગ નાખી દીધો, વિરોધ કરવા પર અભદ્રતા કરી. પોલીસે કહ્યું કે, પીડિતની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ કલમ 147, 341, 323, 504, 509 અને 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આખી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

આ અગાઉ ગયા વર્ષે પણ બિજનૌરનો એક વીડિયો વાયરલ થયો હતો. એ વીડિયો પણ ધામપુર શહેરનો હતો, જેમાં હોળી રમી રહેલા યુવકોની ટોળી ત્યાંથી પસાર થઈ રહેલી બુર્ખો પહેરેલી 2 મહિલાઓ અને એક બાઇક પર સવાલ 2 અન્ય મહિલાઓ પર ફુગ્ગા ફેકતી નજરે પડી હતી. આ ઘટના પણ ધામપુરના ભગત સિંહ ચોકની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp